હવામાન વિભાગે વાતાવરણને લઈ આગાહી કરી છે,જેમાં હવામાન નિષ્ણાંતનુ માનવું છે કે,રાજ્યમાં શિયાળામાં પણ ગરમીનો એહસાસ થાય તેવું વાતાવરણ સર્જાયું છે.આગામી 5 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે તેમજ 5 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે.મહત્તમ તાપમાન રાજકોટમાં 38 ડિગ્રી નોંધાયું છે તો લઘુત્તમ તાપમાન નલિયામાં 19.5 ડિગ્રી નોંધાયું છે.ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી નોંધાયું છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં શિયાળામાં પણ ગરમીનો એહસાસ
આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે તેમજ રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પાર નોંધાયું છે.ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે.ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.
જાણો ભારતમાં કયાં પડી શકે છે વરસાદ
શુક્રવારે દક્ષિણ કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પછી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ’ ચેતવણી જારી કરી છે. IMDએ તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટા જિલ્લાઓ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું છે.સાથે જ કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર દેશના બાકીના ભાગોમાં ઠંડીના રૂપમાં જોવા મળી શકે છે.
ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ
ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.
Source link