મારું ગુજરાત

Amreli News: અમરેલીમાં દારૂ પીતા AAPના નેતાનો વીડિયો વાયરલ, દુકાનમાં માણી રહ્યા હતા દારૂની મહેફિલ

અમરેલીના બાબરામાં AAPના પ્રમુખ દારૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂબંધીની વાતો કરતા AAP નેતા દારૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કૌશિક ભરાડને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દારૂ પીતા એક દુકાનમાં ઝડપી પાડયા છે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દુકાનમાં દારુની મોજ માણતા AAPના નેતા ઝડપાયા

અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડ દારૂ પીતા ઝડપાયા છે. ભાજપના નેતાઓએ રેડ પાડીને કૌશિક ભરાડને દારૂ પીતા ઝડપ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા લાજવાને બદલે ગાજતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે,

બાબરાના કરિયાણા રોડ પર દુકાનમાં દારૂ પીતા નેતાનો વીડિયો વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂ છે, બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂની મોજ માણતા હતા અને વાત ભાજપના નેતાને ખબર પડતા તેમણે રેડ કરી હતી.

દારૂનો ગ્લાસ મૂકી ભગવા લાગ્યા

બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને કારોબારી ચેરમેન અને પાલિકા સભ્યને આ વાતની માહિતી મળી હતી જેના કારણે તેઓ દુકાનમાં પહોંચ્યા ત્યારે આપના નેતા દારૂ પી રહ્યાં હતા, દુકાનમાં નીચે બેસીને દારૂ પીતા હતા તે દરમ્યાન પાલિકા ટીમ પહોંચી ગઈ હતી અને ભાજપના બે નેતાઓને જોતા આપના નેતા દારૂનો ગ્લાસ મૂકીને ભાગવા લાગ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button