GUJARAT

Gujarat: ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો વધ્યો, આરોગ્ય વિભાગ એક્શન મોડ પર

  • સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ
  • ડીસાના સદરપુરના દર્દીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત
  • કોઈ દર્દીનું મોત ન થાય તે દિશામાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ વધુ એક દર્દીનું મોત થયુ છે. જેમાં પાલનપુરની બાળકીનું શંકાસ્પદ મોત થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. પુણેથી રિપોર્ટ આવે તે પહેલાં જ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયુ છે. 20 જુલાઈએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને એડમિટ કરાઈ હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ છે.

એક દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1 દર્દીની તબિયત સ્થિર

એક દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1 દર્દીની તબિયત સ્થિર છે. ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડ પર છે. જેમાં આજથી કેન્દ્રિય આરોગ્યની ટીમ ગુજરાતમાં છે. આજે ચાંદિપુરા વાયરસને લઇવિવિધ વિસ્તારોમાં આરોગ્યની ટીમ મુલાકાત લેશે. તેમજ દવાઓ, દર્દીઓ, મેડિકલ સુવિધાઓ સહિતનો તાગ મેળવશે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધતા કેન્દ્રીય આરોગ્યની ટીમના ગુજરાતમાં ધામા છે. ગુજરાતના વિવિધ વિસ્તાર સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ હવે ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વાયરસના 4 કેસ સામે આવ્યા છે. જેમાં હાલ ચાંદીપુરા વાયરસના કારણે મોત બે દર્દીના મોત થયા છે. જોકે અન્ય બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ડીસાના સદરપુરના દર્દીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત

પાલનપુર અર્બન વિસ્તાર અને ડીસાના સદરપુરના દર્દીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે તેમના સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવવાની આરોગ્ય વિભાગ રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે. પરંતુ આ બંને કેસ શંકાસ્પદ હોવા અંગે હાલ તો જાણકારી આપવામાં આવી હતી. જોકે, અન્ય બે વ્યક્તિઓ પણ હાલ સારવાર હેઠળ છે. દાંતીવાડા અને સુઈગામના બે દર્દી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, આ બંને દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

કોઈ દર્દીનું મોત ન થાય તે દિશામાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું

બનાસકાંઠા જિલ્લામાં હવે ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા જ આરોગ્યતંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જો કોઈ પણ દર્દીમાં આ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક જ તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જોકે બે દર્દીના મોત બાદ વધુ કોઈ દર્દીનું મોત ન થાય તે દિશામાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button