ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ પ્રાણીના મૃત્યુ બાદ તેની અંતિમવિધિ કરવામાં આવતી હોય છે. જેમાં હવે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્યની પ્રથમ એવી પશુના અગ્નિસંસ્કાર માટેની ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ બાદ તેને અગ્નિ સંસ્કાર આપવાના હોય છે તેવી હિન્દુ સંસ્કૃતિ માન્યતા છે.
ગેસ આધારિત ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે
શહેરમાં માનવ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવતા હોય છે. તેવી જ રીતે હવે પશુઓના મૃત્યુ સમયે તેના માટે પણ અગ્નિસંસ્કાર આપવાની વ્યવસ્થા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત પશુઓના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધા બાદ રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે કે જ્યાં ગેસ આધારિત ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે. અગાઉ પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા શિવનગર ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓનો નિકાલ કરવામાં આવતો હતો.
મૃતદેહને ડમ્પિંગ સાઇડ પર ખાડો ખોદીને તેમાં મીઠું નાખી દફનાવવામાં
મૃત્યુ પામેલા પ્રાણીઓના મૃતદેહને ડમ્પિંગ સાઇડ પર ખાડો ખોદીને તેમાં મીઠું નાખી દફનાવવામાં આવતા હતા. જેને લઈને ઘણી વખત ડમ્પિંગ સાઇડ ઉપર તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોને મુશ્કેલી ભોગવી પડતી હતી. મૃત પ્રાણીઓના મૃતદેહની દુર્ગંધથી આજુબાજુના લોકો પરેશાન થઈ ગયા હતા. તેમજ ગામડાઓમાં રોગચાળો થવાનો ભય પણ રહેતો હતો. અગાઉ જે રીતે મૃત પ્રાણીઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવતો હતો તેને કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હતું. તો બીજી તરફ દફનાવેલ પ્રાણીઓના મૃતદેહને અન્ય પ્રાણીઓ બહાર કાઢી તેને ખાતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને હાલ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટે આ ભઠ્ઠી બનાવવામાં આવી છે.
અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા પણ આ કામગીરીને અનુસરવામાં આવશે
પ્રાણીઓના દેહને નિકાલ માટે બનાવવામાં આવેલી આ ભઠ્ઠીનું ત્રણ વર્ષ માટે મેન્ટેનન્સથી જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે. અવારનવાર સમયમાં જૂનાગઢ શહેરમાં જે રીતે પ્રાણીના મૃત્યુ થાય છે તેને જોતા બીજી ભઠ્ઠી પણ આ જ જગ્યાએ બનાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. મૃત પ્રાણીઓના મૃતદેહના અગ્નિસંસ્કાર માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાને જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. આમ જુનાગઢ મહાનગરપાલિકાની આ કામગીરી ખૂબ જ સરાહનીય બની છે અને રાજ્યની પ્રથમ ગેસ ભઠ્ઠી જૂનાગઢમાં શરૂ થતા અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા પણ આ કામગીરીને અનુસરવામાં આવશે.
Source link