સુપ્રિમ કોર્ટે આજે જ્ઞાનવાપી મસ્જિદ પર સુનાવણી થઇ છે. જેમાં હિંદુ પક્ષની તરફથી દાખલ કરેલી અરજી પર મુસ્લિમ કમિટીને નોટિસ ફટકારી છે. મસ્જિદ કમિટીને બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યુ છે. હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે વર્ષ 1993 સુધી હિન્દુ સમુદાયના લોકો સીલબંધ વિસ્તારમાં પ્રાર્થના કરતા હતા. સાથે જ મુસ્લિમ સમાજ સીલબંધ વિસ્તારને વજુખાના માને છે.
વધુ સુનાવણી 17 ડિસેમ્બરે
મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટે મસ્જિદની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા સીલ કરાયેલા વિસ્તાર “વજુખાના” ના ASI સર્વેક્ષણ કરવા માટે હિન્દુ પક્ષની અરજી પર જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ પાસેથી જવાબ માંગ્યો છે. અગાઉ, જ્યારે ASI સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે એક શિવલિંગ મળી આવ્યું હતું જે મુસ્લિમ પક્ષ કહે છે કે તે ફુવારો છે. ત્યારે હવે આ મામલે વધુ સુનાવણી 17 ડિસેમ્બરે હાથ ધરાશે.
હિન્દુ પક્ષે શું દાવો કર્યો?
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને મસ્જિદ પ્રબંધન સમિતિને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ હિન્દુ અરજદારોની અરજી પર આપ્યો છે. તેણે ASI પાસે જ્ઞાનવાપી મસ્જિદના ‘વજુખાના’ વિસ્તારનો સર્વે કરવાની માંગ કરી છે. હિંદુ પક્ષનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું.