GUJARAT
Ahmedabadના ઈસ્કોન મંદિર સામે હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ, દીકરીના બ્રેન વોશનો પિતાનો આક્ષેપ
અમદાવાદનું ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.દીકરીને મંદીરમાં ગોંધી રખાયાનો પિતાનો આક્ષેપ છે.આક્ષેપો પર યુવતીએ વીડિયો વાયરલ કર્યો છે માતા-પિતાએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો છે.
મરજીથી લગ્ન કર્યા હોવાનો યુવતીનો જવાબ
ઇસ્કોન મંદિરના પ્રવકતા હરેશ ગોવિંદદાસજીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે,યુવતીઓને ઇસ્કોન સંપ્રદાયમાં રહેવાની પરવાનગી નથી અને યુવતી સાથે ઇસ્કોન મંદિરને કોઇ લેવા દેવા નથી માતા-પિતાના આક્ષેપ પાયા વિહોણા છે અને યુવતીને શોધવામાં ઇસ્કોન દ્વારા મદદની બાંહેધરી આપી છે સાથે સાથે ઇસ્કોનની ગરિમાને ઠેસ પહોંચાડે તે નહી ચલાવી લેવાય નહી,યુવતી સાથે ઇસ્કોનના સેવકો હશે તો પગલાં લઇશું તેવું નિવેદન મંદિર તરફથી આપવામાં આવ્યું છે.
ઇસ્કોન મામલે ફરિયાદીના વકીલનું નિવેદન
આ મામલે ફરિયાદીના વકીલનું કહેવું છે કે,દીકરી ઘરેથી ઘરેણાં લઇને ફરાર થઇ છે અને દીકરીનું બ્રેન વોશ કરવામાં આવ્યું છે,દીકરીને હાજર કરવા પિતાની માગ છે અને ગુજરાત હાઇકોર્ટમાં 9 જાન્યુઆરીએ આ મામલે વધુ સુનાવણી હાથધરવામાં આવશે. તે સિવાય ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી. નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુને કારણદર્શક નોટિસ છે. મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ, અંકિતા સીંધી, હરીશંકરદાસ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી સામે આરોપ લગાવવામાં આવ્યો છે.આ પિતા પુત્રી વચ્ચેનો કૌટુંબિક મામલો છે, મંદિર સાથે કોઈ લેવા દેવા નથી. યુવતી કયા છે તે અંગે મંદિર પાસે કોઈ માહિતી નથી. કોર્ટ અને પોલીસ કાર્યવાહીમાં મંદિર પ્રશાસન તરફથી પૂરો સહકાર મળશે. મંદિર પાસે માહિતી પ્રમાણે યુવતી એ લગ્ન કરી લીધા છે. મંદિરમાં મોટી સંખ્યામાં દરરોજ ભક્તો આવતા હોય છે.
મારી દીકરી અમદાવાદની સ્કૂલમાં ભણાવે છેઃ યુવતીના પિતા
યુવતીના પિતાનું કહેવું છે કે,મારી પુત્રીનું બ્રેઇન વોશ થયું છે અને મારી દીકરીને ભગાડી જવાની ધમકી મંદિરમાંથી આપવામાં આવી હતી અને મારી પુત્રી એક મહિના પહેલા પાછી આવી હતી અને માત્ર મારી દીકરી નહીં અનેક દીકરીને ભગાડી મુકાયાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
આ સમગ્ર કેસમાં જાણો યુવતીનું શું કહેવું છે
આ સમગ્ર કેસમાં યુવતીએ વીડિયો વાયરલ કરી જવાબ આપ્યો છે કે,મે મારી મરજીથી લગ્ન કર્યા છે અને મે મારી મરજીથી ઘર છોડયું છે સાથે સાથે મારા મા-બાપે મારી સાથે મારામારી કરી હતી અને મારા માતા-પિતા ખોટી ફરિયાદ નોંધાવે છે,મારા મા-બાપ હજુ પણ મને ધમકી આપે છે,હું મારા માતા-પિતાને મળવા નથી માંગતી તેવો આક્ષેપ યુવતી વીડિયોમાં કરી રહી છે.
Source link