હલવદ પંથકના ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે હાલાકી પડી રહી હતી. ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલ 15 દિવસથી બંધ હતી. ખેડૂતોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ રજુઆત કરી હતી કે રાજયમાં ચાલુ વર્ષે ઓગષ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆતમાં થયેલ ભારે વરસાદના કારણે હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાં પાકનો નાશ થયેલ અને ખેડૂતોને ખુબ નુકશાન થયેલ છે.
હાલમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવેલ છે. ખેડૂતોએ વાવેલ શિયાળુ પાક માટે પાણીની જરૂયાતો હોવાથી આગેવાનો અને ખેડૂતોએ નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા મને રજૂઆત કરેલ છે. હાલમાં નિગમ દ્વારા શિયાળુ પાક માટે પાણી આપતા પહેલા પાણીનો વસૂલી કર (પિયાવો) લઈને પાણી આપવા જણાવેલ છે. પરંતુ હાલમાં શિયાળુ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી પાણીનો વસૂલી કર વસૂલ કર્યા પહેલા તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોએ રજુઆતો કરી હતી આમ ખેડૂતોની રજુઆતને ધ્યાને પિયાવો વસૂલ કર્યા પહેલા તાત્કાલિક પાણી છોડવા રજૂઆત કરી છે. આ રજૂઆતને ધ્યાને લઈ નહેર વિભાગ દ્વારા ગુરુવારથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Source link