હળવદ શહેર અને તાલુકો પાછલાં ઘણા સમય થી દેશી વિદેશી દારૂ નું હબ બની ગયું હોય તેમ ઠેર ઠેર દારૂ નું વેચાણ થતું હતું ત્યારે સ્થાનિક પોલીસે વિવિધ પાંચ ટીમો દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે વહેલી સવારે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં જુદી જુદી 13 દારૂની ભઠ્ઠીઓ ઝડપી લઈ ને બાર આરોપીઓ ની પણ અટકાયત કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તેમજ 30 પોલીસ જવાનો દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યાથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં હળવદ શહેરમાં રહેતા ધવલભાઇ નરેન્દ્રભાઈ શુક્લને ત્યાંથી 10 ઈંગ્લિશ દારૂની બોટલ સાથે તેને ઝડપી લીધો હતો. સાથે જ શહેરના સુનીલનગર વિસ્તારમાં રહેતા લાલભા દિલુભા ઝાલાને 50 લિટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધા હતા.તેમજ ભવાનીનગર વિસ્તારમાંથી દશરથભાઈ કોળીને 60 લીટર દારૂનો આથો અને પાંચ લિટર દેશી દારૂ તેમજ દિનુબેન પ્રવીણભાઈ કોળીને 10 લીટર દારૂ સાથે ઝડપી લીધા છે.
તેમજ હળવદના ચરાડવા ગામેથી જગાભાઈ પઢીયારને 7 લીટર દેશી દારૂ,કલ્પેશભાઈ બારોટને 13 લીટર દેશી દારૂ,સદામભાઈ ગુલ મોહમ્મદભાઈ ભટીને 15 લીટર દેશી દારૂ અને સુરેશભાઈ ડાભીને 12 લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા છે.તેમજ ચૂંપણી ગામેથી વિનાભાઈ દેવીપુજકને 10 લીટર દારૂ અને સુંદરગઢ ગામેથી મનીષાબેન બળદેવભાઈનો 8 લિટર દેશી દારૂ ઝડપી લીધો છે.મનીષાબેન ફરાર હોય તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે સાથે જ જુના ઘાટીલા ગામે રહેતા યોગેશભાઈ ચનુરાએ ધુળકોટ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમીના આધારે પોલીસે 150 લીટર આથો કબજે લીધો છે જ્યારે આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ્ રાયસગપર ગામે રહેતા મહેશભાઈ ડાભી ગામના પાદર માંથી પસાર થતી નદી કાંઠે દારૂની ભઠ્ઠી ચલાવતા હોય જેથી તેઓને ત્યાંથી 150 લીટર આથો અને 14 લીટર દેશી દારૂ સાથે આરોપીની અટકાયત કરાઈ છે તેમજ કાનજીભાઈ કોળી રહે કેદારીયા તેઓને ત્યાંથી પણ 17 લીટર દેશી દારૂ સાથે અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી કાર્યવાહી હાથ ધરી છે.
Source link