GUJARAT

Surendranagar: મોટી માલવણ પાસે સોલાર પ્લાન્ટના આડેધડ કામથી ઘુડખર પર જોખમ

ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ કૃષ્ણનગર પાસે બનતા સોલાર પ્લાન્ટનું કામ આડેધડ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે ત્યારે હાલ પોલના કરેલા ખાડામાં અબોલ જીવ ફ્સાતા ઘુડખરનું અસ્તિત્વ જોખમાતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યએ ડી.એફ્.ઓ.ને રજૂઆત કરી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર એશિયામાં માત્ર ધ્રાંગધ્રા પાસેના નાના રણમાં જ ઘુડખર વસવાટ કરે છે. ત્યારે અભ્યારણની બાજુમાં મોટીમાલવણ કૃષ્ણનગર પાસે હજાર વિઘાથી મોટી જગ્યામાં સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. ત્યારે કામ ચાલુ કરતાની સાથે જ પોલ ઉભા કરવાના ખાડામાં અબોલ જીવ ફ્સાવાનું નજરે પડતા આવી જ રીતે ઘુડખર ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ્ ઘુડખરના વસવાટ માટે વ્યવસ્થા કરવા અને 5 % રકમ ભરવાની શરતનું પાલન નહીં થતું હોવાની શાસક પક્ષ ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ ઠાકોરે ઘુડખર અભ્યારણ ધ્રાંગધ્રાના ડી.એફ્.ઓ.ને રજૂઆત કરી સરકારી નિયમોનું પાલન કરી એનસી સોલાર પ્લાન્ટનું કામ થાય અને ઘુડખરને કોઈ ક્ષતિ ના પહોંચે એવી કાર્યવાહી કરવાની લેખિતમાં રજૂઆત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button