સમગ્ર રાજયમાં શાળાના વિદ્યાર્થીઓના ઈ-કેવાયસીની મુદ્દો અગાઉ બહુ ચગ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગે પરી પત્ર કરીને શિક્ષકોને વેકેશનમાં હેડ કવાર્ટર ન છોડવા આદેશ કર્યા છે.
જેને લઈને શિક્ષકોની દિવાળી હોળી બને તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે. જિલ્લા પ્રાથમીક અને માધ્યમીક વિભાગે પરીપત્ર કરીને શિક્ષકોને હેડ કવાર્ટરમાં રહીને વેકેશનમાં ઈ-કેવાયસીની કામગીરી કરવા આદેશ કર્યો છે. આ પરીપત્રથી જિલ્લાના હજારો શિક્ષકોમાં રોષ ફેલાયો છે. અને શૈક્ષીક મહાસંઘે તો આ બાબતે આવેદનપત્ર પણ પાઠવ્યુ છે.
સમગ્ર રાજયમાં દિવાળીનો માહોલ જામ્યો છે. શાળા-કોલેજોમાં 5રિક્ષાઓ પુર્ણ થઈ ગઈ છે. તા. 28 ઓકટોબરથી રાજયભરની પ્રાથમીક અને માધ્યમીક શાળાઓમાં એક સરખુ 21 દિવસનું દિવાળી વેકેશન પડી રહ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓ વેકેશનના મુડમાં આવી ગયા છે. બીજી તરફ શિક્ષકો પણ તેમના પરીવાર સાથે વેકેશન કયાં ગાળવુ તેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનમાં ઈ-કેવાયસીની કામગીરી માટે શિક્ષકોને હેડ કવાર્ટર ન છોડવાનો ફતવો જાહેર કરી પરીપત્ર વહેતો કર્યો છે. અધિકારીઓના આ નિર્ણયથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. અનેક શિક્ષકોએ અગાઉથી વેકેશનના સમયમાં રાજયમાં કે રાજય બહારના સ્થળે પરીવાર સાથે ફરવા જવાના પ્લાનીંગ કર્યા છે. ત્યારે શિક્ષકો આ પરીપત્રથી અવઢવમાં મુકાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા શૈક્ષીક મહાસંઘના પ્રાથમીક ઘટકના રણછોડભાઈ કટારીયા, દશરથસીંહ અસવાર, જીગ્નેશભાઈ આલ, હેમલભાઈ તુરખીયા, દિનેશભાઈ ડોડીયા સહિતનાઓએ અધીક કલેકટર આર.કે.ઓઝાને આ અંગે શુક્રવારે સાંજે લેખીત રજુઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયા મુજબ પ્રાથમીક શાળાઓમાં બાળકો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તેઓના વાલીઓને ઈ-કેવાયસી માટે આધારકાર્ડ, રેશનકાર્ડની કામગીરી માટે તાલુકા મથકે ધક્કા ખાવા પડે છે. વાલીઓની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી શિક્ષકો કઈ રીતે ઈ-કેવાયસી કરીને શીષ્યવૃત્તીની એન્ટ્રી કરી શકે ? સરકારે ઓબીસીની જેમ એસસીએસટીમાં પણ બાળકોની શીષ્યવૃત્તીની એન્ટ્રી થાય તેવા આદેશ કરવા માંગ કરી છે. અને હેડકવાર્ટર ન છોડવાના અધીકારીના નિર્ણયમાં શિક્ષકોના હિતને ધ્યાને લઈ નીર્ણય કરવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.
પેપર ચકાસણીની અને માર્કની એન્ટ્રીની કામગીરીના ધમધમાટ વચ્ચે ફતવો
સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમીક શાળાઓમાં હાલ પરીક્ષા પુરી થઈ ગઈ છે. અને વેકેશન પહેલા શિક્ષકો પેપર જોવાની કામગીરીમાં જોતરાયા છે. ત્યારે પેપરો જોવાઈ ગયા બાદ તેની ઓનલાઈન એન્ટ્રી પણ કરવાની હોય છે. ત્યારે આવી કામગીરીના ધમધમાટ વચ્ચે શિક્ષકોના હેડકવાર્ટર ન છોડવાના પરીપત્રથી રોષ ફેલાયો છે.
જિલ્લામાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર
રાજય સરકારે થોડા દિવસ પહેલા જ રાજયમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. જેમાં પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં એક સરખુ વેકેશન જાહેર થયુ છે. આ વખતે દિવાળી વેકેશન 21 દિવસનું જાહેર થયુ છે. જેમાં તા. 28 ઓકટોબરને સોમવારથી તા. 17-11-24 રવીવાર સુધી દિવાળી વેકેશન રહેશે. અને તા. 18-11-24ને સોમવારથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.
ઈ-કેવાયસીના ધક્કા ખાવાથી પરેશાન વાલીઓ શિષ્યવૃત્તિ લેવાની જ હવે ના પાડે છે
શીષ્યવૃત્તીમાં ઈ-કેવાયસીના ડખાથી શિક્ષકો અને વાલીઓ પરેશાન થઈ ચુકયા છે. આ અંગે એક શિક્ષકે જણાવ્યુ કે, એક તરફ અમોને ઈ-કેવાયસી માટે દબાણ કરાય છે. બીજી તરફ કંટાળેલા વાલીઓ હવે શિષ્યવૃત્તી લેવાની જ ના પાડે છે. વાલીઓના જણાવાયા મુજબ ઈ-કેવાયસી માટે ત્રણ-ચાર ધક્કા થાય છે, એક ધક્કે તો કોઈ દિવસ ઈ-કેવાયસી થતુ નથી. જયારે દૈનીક રૂપીયા 350થી 400નું રોજ પાડીને બાળકોનું ઈ-કેવાયસી કરીએ તો મળે માત્ર 800થી 1000 રૂપીયાની સ્કોલરશીપ. આથી અમારે સ્કોલરશીપ નથી જોઈતી તેમ વાલીઓ જણાવી રહ્યા છે.
દર વર્ષે ઈ-કેવાયસી સહિતના પ્રમાણપત્રોથી શિક્ષકોમાં રોષ
સામાન્ય રીતે ધો. 1માં પ્રથમ વખત શિષ્યવૃત્તી લેનાર છાત્રનું આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક સાથે સીડીંગ કરાવવાનુ હોય છે. જયારે જાતી સહિતના પ્રમાણપત્રો જોડવાના હોય છે. ત્યારબાદ દર વર્ષે છાત્રનું આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક, જાતી એક સરખી જ રહે છે. માત્ર તેનું ધોરણ અને તેનુ વાર્ષીક પરીણામ બદલાય છે. ત્યારે દર વર્ષે માત્ર આ માહીતી આપવાથી જો શીષ્યવૃત્તી મળતી રહે તેવુ આયોજન કરાય તેવી શિક્ષકોની માંગણી છે. પરંતુ સરકાર દર વર્ષે આ દરેક પ્રમાણપત્રો અને આધારકાર્ડના સીડીંગનો હઠાગ્રહ રાખે છે.
Source link