મારું ગુજરાત
અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા પોલીસની ટીમો થઈ દોડતી

સુરત પોલીસને ઇમેલ દ્વારા બે શાળાઓ, જી.ડી. ગોયંકા અને લાન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી અપાઈ છે. ઇમેલ મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
શાળાઓમાં હાજર વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી અને બોમ્બ નિષ્ણાતોની ટીમ દ્વારા ચાંપતી તપાસ હાથ ધરાઈ છે. જોકે, અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
અમદાવાદ એરપોર્ટ માટે પણ અલર્ટ
બીજી બાજુ, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને સરદાર પટેલ એરપોર્ટને ઉડાડી દેવાની ધમકીની માહિતી મળતાં જ સુરક્ષા દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. તમામ મુસાફરો અને સ્ટાફને સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે અને સમગ્ર એરપોર્ટ કંપાઉન્ડની સઘન તપાસ હાથ ધરાઈ છે.
આ એલર્ટના કારણે કેટલીક ફ્લાઈટ્સના સમયપત્રકમાં વિલંબ થવાની સંભાવના ઉભી થઈ છે. જોકે, હજુ સુધી એરપોર્ટ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.