ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થય ગયા છે. નતાશા હાલમાં જ તેના પુત્ર અગસ્ત્ય સાથે ભારત પરત આવી છે. છૂટાછેડા પછી, નતાશા સ્ટેનકોવિક તેના પુત્ર સાથે સર્બિયા ગઈ હતી. મુંબઈ આવ્યા બાદ નતાશાએ એક સ્ટોરી પોસ્ટ કરી છે જે ચર્ચાનો વિષય બન્યો.
નતાશા મુંબઈ પરત ફરી
નતાશા મુંબઈ પરત ફરી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કદાચ હવે હાર્દિક પંડ્યાનો પુત્ર ત્યાં જ રહેશે અને ભારત પાછો નહીં આવે. પરંતુ આ બધી વાતો અફવા સાબિત થઈ. અગસ્ત્ય હવે ભારતમાં જ રહેશે. આ માટેનો સંકેત નતાશાની લેટેસ્ટ પોસ્ટ પરથી મળ્યો છે. મુંબઈ પરત ફર્યા બાદ નતાશાએ લોકોને મળવાનું શરૂ કરી દીધું છે. તે ગઈ કાલે બાંદ્રામાં ફરતી જોવા મળી હતી. અહીં તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.
સ્ટોરી શેર કરી
તે લોકોને એટલા માટે મળી રહી છે જેથી તે અહીં રહીને પોતાની બોલિવૂડ કરિયરને આગળ વધારી શકે. આ સિવાય નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આમાં અગસ્ત્ય એક સ્કૂલમાં ભણતો જોવા મળે છે. લોકોનું કહેવું છે કે અગસ્ત્ય હવે સર્બિયા પાછા નહીં જાય. તે અહીં જ રહીને પોતાનો અભ્યાસ કરશે. મળતા અહેવાલો મુજબ આ તમામ બાબતો સૂચવે છે કે અગસ્ત્ય અહીં જ રહેશે અને પોતાનો અભ્યાસ ચાલુ રાખશે.
અગસ્ત્ય પંડ્યા પરિવાર સાથે જોવા મળ્યો
પંડ્યા પરિવાર સાથે અગસ્ત્યનું બોન્ડિંગ પણ સારું છે. અગસ્ત્ય તેના કાકા એટલે કે કૃણાલ પંડ્યાના ઘરે રહે છે. મુંબઈ આવ્યા પછી, નતાશાએ પોતે જ તેને તેના ઘરે મૂકી દીધો જેથી તે તેના પિતા અને તેના પરિવારને મળી શકે.
Source link