NATIONAL

Haryana CM: શું કોઇ નવો ચહેરો લાવવાની તૈયારી? અમિત શાહ નિરીક્ષકની ભૂમિકામાં

હરિયાણામાં ત્રીજી વખત બીજેપી સરકાર બનવા જઇ રહી છે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં વિધાયક દળના નેતા કોણ બનશે તે નક્કી કરવામાં આવશે. મહત્વનુ છે કે આ બેઠક માટે અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંચકુલાના ભાજપ કાર્યાલયમાં સવારે 11 વાગે બેઠક યોજાશે.
અમિત શાહ નિરીક્ષકની ભૂમિકામાં
ઉલ્લેખનીય છે હરિયાણામાં ભાજપની જીત બાદ અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહે પણ સીએમ પદ માટે દાવો કર્યો છે. મુખ્યમંત્રી પદ માટેના ત્રણ દાવાઓ બાદ જ અમિત શાહ પોતે નિરીક્ષકની ભૂમિકામાં છે જેથી કોઈ ગડબડ ન થાય.
તો શું કોઇ નવો ચહેરો લાવવાની તૈયારી ?
મહત્વનું છે કે ચૂંટણી પ્રચારમાં પંચકુલામાં અમિત શાહે પોતે કહ્યું હતું કે નાયબ સિંહ મુખ્યમંત્રી બનશે. એક તરફ વિધાનસભ્ય દળની બેઠકની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ 17 ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ મોટાભાગના ચૂંટણી રાજ્યોમાં સંગઠનથી લઈને વ્યૂહરચના સુધી પાર્ટીની સમસ્યાઓને ઠીક કરવા માટેની જવાબદારી નિભાવે છે. તેઓ પાર્ટીમાં ‘ચાણક્ય’ની ભૂમિકા ભજવતા આવ્યા છે, પરંતુ આ વખતે અમિત શાહ જેવા દિગ્ગજ નેતાને નિરીક્ષક બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમ છે કે શું પાર્ટી ફરી આશ્ચર્યજનક ચહેરો લાવવાનું વિચારી રહી છે કે કેમ?
17 ઑક્ટોબરે શપથ ગ્રહણ
મહત્વનું છે કે હરિયાણાની 90 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. નવી સરકારના શપથ ગ્રહણ માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. આજે ધારાસભ્ય દળની બેઠક બાદ રાજ્યપાલને કેબિનેટ અને રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોની યાદી સોંપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યપાલ 17 ઓક્ટોબરે શપથ ગ્રહણ માટે આમંત્રણ આપશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએ સહયોગીઓ ભાગ લેશે. આ ઉપરાંત વિવિધ પક્ષોના વિપક્ષી નેતાઓ, પ્રગતિશીલ ખેડૂતો, લાખપતિ દીદીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button