NATIONAL

Haryana Election Results: ‘સંઘર્ષ અને સચ્ચાઇની જીત થઇ’ બોલ્યા વિનેશ ફોગાટ

હરિયાણાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. શરૂઆતી ટ્રેન્ડમાં પાછળ ચાલનાર કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટે બાજી મારી લીધી છે. વિનેશે હરિયાણાની હોટ સીટ ગણાતી જુલાના બેઠક પર મજબૂત જીત મેળવી છે. વિનેશે ફોગાટને 65080 વોટ મળ્યા છે. જ્યારે બીજેપીના યોગેશ કુમાર બીજા ક્રમે રહ્યા હતા. તેઓને 59065 મત મળ્યા હતા. આ રીતે કોંગ્રેસના ઉમેદવારનો 6015 મતોની સરસાઈથી વિજય થયો છે. ત્યારે આ જીત બાદ વિનેશ ફોગાટની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
સચ્ચાઇની જીત થઇ છે- વિનેશ ફોગાટ
આ દરેક દિકરી અને સ્ત્રીની લડાઈ છે જે હંમેશા સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે. સંઘર્ષની જીત થઇ છે. સચ્ચાઇની જીત થઇ છે. આ દેશે મને જે પ્રેમ આપ્યો છે તે હું હંમેશા જાળવી રાખવાનો પ્રયાસ કરીશે. તેમણે હરિયાણામાં કોંગ્રેસ પાછળ ચાલી રહી છે તે વિશે પૂછતા જણાવ્યું કે હજી રાહ જુઓ કારણ કે બધી સીટો પર પરિણામ હજુ સ્પષ્ટ થયા નથી..જ્યારે સર્ટિફિકેટ હાથમાં આવશે ત્યારે માત્ર કોંગ્રેસ પાર્ટી જ સરકાર બની હશે. .રાજકારણમાં આવ્યા પછી હવે હું અહીં જ રહીશ તેમ જણાવ્યું.

શું થશે રાહુલ બાબાનું- બ્રિજ ભૂષણ શરણ સિંહ
જુલાના મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગટની જીત પર ભૂતપૂર્વ WFI પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે
વિનેશ ફોગટ અમારું નામ લઈને જીતે છે, તો તેનો અર્થ એ છે કે અમે મહાન લોકો છીએ. કમ સે કમ મારા નામના એટલો તો દમ છે કે મારુ નામ લઇને તેમની નૈયા પાર થઇ ગઇ. પરંતુ કોંગ્રેસને તો ડૂબાડી દીધુ. શું થશે રાહુલ બાબાનું ?
કુસ્તીમાંથી રાજનીતિમાં આવ્યા ફોગાટ

30 વર્ષીય વિનેશ ફોગાટ ત્રણ વખતના ઓલિમ્પિયન કે જેમણે ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ 6 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. વધુ વજન હોવાને કારણે તેણીને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જેમાં ચૂંટણીમાં 67.90 ટકા મતદાન નોંધાયું હતું. જુલાનામાં 74.66 મતદાન થયું હતું. 2019 ની ચૂંટણીમાં, આ બેઠક જનનાયક જનતા પાર્ટી (JJP) ના અમરજીત ધંડાએ જીતી હતી, જે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) નો ભાગ હતી. 2014 અને 2009માં આ સીટ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના ઉમેદવાર પરમિન્દર સિંહ ધુલેએ જીતી હતી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button