NATIONAL

Haryana: ‘રાહુલ ગાંધી જુઠ્ઠાણાની મશીન’ અગ્નિવીરને લઇને વરસ્યા અમિત શાહ

હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. એક બાદ એક નેતાઓ હરિયાણા જઇને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી રેલી સંબોધવા માટે હરિયાણાના બાદશાહ પુર પહોંચ્યા હતા. અમિત શાહે ચૂંટણી રેલી સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

અગ્નિવીરને લઇને શું બોલ્યા શાહ ?

હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાહુલ બાબા જૂઠ બોલવાનું મશીન છે. રાહુલ ગાંધી કહે છે કેઅગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી છે કારણ કે સરકાર તેમને પેન્શન સાથે નોકરી આપવા માંગતી નથી. જેનો વળતો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે

હું તમને કહેવા માંગુ છું કે પોતાના પુત્રોને સેનામાં મોકલતા પહેલા સંકોચ ન કરો. 5 વર્ષ પછી, કોઈપણ અગ્નિવીર પેન્શન વાળી નોકરી વગરનો નહી રહે. આ અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હું હરિયાણામાં નવો ટ્રેન્ડ જોઈ રહ્યો છું. હાથિનથી થાનેસર અને થાનેસરથી પલવલ સુધી કોંગ્રેસના સ્ટેજ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.

‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પર રાહુલ કેમ ચૂપ ?

અમિત શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા છે તો તમે ચૂપ કેમ છો? કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે. કાશ્મીર આપણું છે કે નહીં? કોંગ્રેસ અને રાહુલ બાબા કહે છે કે અમે કલમ 370 પરત લાવીશું. રાહુલ ગાંધીની ત્રણ પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી નહી શકે. હરિયાણાના યુવાનોએ કાશ્મીરની રક્ષા માટે ઘણું બલિદાન આપ્યું છે અને અમે તેને વ્યર્થ નહીં જવા દઈએ.

5મી ઓક્ટોબરે મતદાન

અમિત શાહે વકફ બોર્ડને લઇને પણ જણાવ્યું કે વકફ બોર્ડના આ કાયદામાં ઘણી સમસ્યા છે અને અમે આ શિયાળુ સત્રમાં તેને સુધારવા માટે કામ કરીશું. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન છે. હરિયાણાની 90 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. 8મીએ વિજેતા જાહેર કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button