જીપમાં મુસાફરી કરી રહેલ મહિલા પેસેન્જરના ખોળામાં બેઠેલ તેનું બે વર્ષનું બાળક ડ્રાઇવર દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે જીપમાં માતા-પુત્ર બહાર ફેંકાઇ જતાં બે વર્ષના માસૂમ બાળકના મૃત્યુના કિસ્સામાં વીમા કંપનીને વળતર ચૂકવવામાંથી મુકત રાખવાના ટ્રિબ્યુનલના નિર્ણયને જસ્ટિસ જે.સી.દોશીએ ગંભીર ભૂલ સમાન ગણાવ્યો હતો અને આ કેસમાં પીડિત માતાને બાળકના મૃત્યુના કેસમાં વળતર ચૂકવવા માટે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને પણ જવાબદાર ગણાવી હતી.હાઈકોર્ટે નોંધ્યુ હતુ કે, મોટર વાહન અકસ્માતના કેસમાં ટ્રિબ્યુનલ(મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલ) સમક્ષના પુરાવા FIRમાં જણાવેલ તત્વોથી વિરુધ્ધમાં આવતા હોય ત્યારે ટ્રિબ્યુનલે FIRના તત્વોને મહત્ત્વ આપવુ પડે.
બાળકના અકસ્માતમાં મૃત્યુનો મામલો શું હતો
ગત તા.10-6-2011ના રોજ એક ગરીબ મહિલા નસવાડીથી વઘાસ ગામે જવા પોતાના બે વર્ષના માસૂમ બાળકને લઇ જીપમાં બેઠી હતી ત્યારે રતનપુરા ગામ પાસે જીપ પહોંચી ત્યારે જીપના ડ્રાઇવરે અચાનક જ જોરદાર બ્રેક મારમાં માતા-પુત્ર જીપમાંથી બહાર ફ્ંગોળાઇ ગયા હતા. જેમાં બે વર્ષના માસૂમ બાળકનું ગંભીર ઇજાઓ થવાથી કરૂણ મૃત્યુ નીપજયુ હતુ. જયારે માતાને પણ ઇજા પહોંચી હતી. આ બનાવને લઇ જીપના ડ્રાઇવર વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાઇ હતી.
Source link