જમીન પર બેસીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે જ્યારે જમીન પર બેસીને ભોજન કરો છો ત્યારે તમે એક આસનમાં બેસેલા હોવ છો. આ આસન તમને શાંત રહેવા માટે મદદ કરે છે.
નીચે બેસીને જમવાથી કરોડરજ્જુને રાહત મળે છે. તેમજ પાચન રસ વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ છે. આ આસનમાં બેસવાથી પીઠના નીચેના ભાગ, પેલ્વિસ અને પેટની આસપાસના સ્નાયુઓ ખેંચાય છે. જે દુખાવામાં રાહત મળે છે.
જમીન પર બેસીને ભોજન કરવાથી શરીર મજબૂત બને છે. આ ઉપરાંત વજનને નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે. પરિવાર સાથે બેસીને જમવાથી કુટુંબના સભ્યો સાથે બોન્ડ સારો થાય છે.
સુખાસનમાં બેસીને ખાવાનું ખાવાથી શરીરનું પોશ્ચર પણ સારુ થાય છે. તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ સારુ કરે છે.જેથી હૃદય સ્વસ્થ રહે છે.
સુખાસન અને પદ્માસનમાં બંને આસનમાં બેસીને જમવાથી એકાગ્રતામાં વધારો થાય છે. તેમજ માનસિક તણાવ દૂર કરે છે.
Source link