Health Tips :દવા કરતાં વધુ સારી રીતે કામ કરે છે બાજરાના રોટલા, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
જે રીતે સીઝનલ ફ્રુટ્સ અને શાકભાજી શરીરને ફાયદા પહોંચાડે છે. તેવી જ રીતે સીઝનલ અનાજ પણ આપણા શરીરને અનેક ફાયદા કરે છે. ઉનળા અને શિયાળામાં અલગ અલગ અનાજની રોટલીઓ લોકો ડાયટમાં સામેલ કરતા હોય છે. કેટલાક લોકો આખું વર્ષ ઘંઉની રોટલી ખાતા હોય છે.
જો તમે ડાયટ કરી રહ્યા છો. તો તમારે ઘઉ નહિ પરંતુ બાજરાના રોટલાનું સેવન કરવું જોઈએ. જે લોકો હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ છે, તેમણે ઘંઉની રોટલીના બદલે બાજરાના રોટલા ખાવા જોઈએ, જે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરશે.
જો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે તો હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જાનલેવા બીમારીઓનું કારણ બની શકે છે. ડાયટ દ્વારા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
ઠંડા હવામાનમાં કોલેસ્ટ્રોલ નોંધપાત્ર રીતે વધે છે. પરંતુ જો તમે ઘઉં અને બાજરીનો લોટ મિક્સ રોટલી ખાઓ તો તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
બાજરાને શિયાળાનો રાજા કહેવામાં આવે છે. બાજરાના લોટમાં ઘઉથી પણ વધારે પોષક તત્વો હોય છે. એટલા માટે બાજરાને ગુણોનો ખજાનો કહેવામાં આવે છે. બાજરામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. બાજરાના રોટલા શરીરને ગરમ રાખે છે,રોટલા ખાવાથી વધુ સમય સુધી તમારું પેટ ભરેલું લાગશે.
રોટલાને આખા શિયાળા દરમિયાન તમારા આહારમાં સામેલ કરો. તમારું ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે. બાજરાના રોટલા ખાવાથી શરીરને ભરપુર માત્રામાં ફાઈબર અને હેલ્દી ફેટ મળે છે. જેનાથી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
આ સાથે બાજરો વજન ઘટાડવાનું પણ કામ કરે છે. ગ્લુટેન ફ્રી હોવાની સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે.બાજરામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે હૃદય માટે ફાયદાકારક છે. બાજરાનો રોટલો ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.
(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)
Source link