GUJARAT

Ahmedabad: રફ્તારના રાક્ષસ તથ્ય પટેલના જેલમુક્ત થવા હવાતિયાં, જામીન અરજી પર સુનાવણી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના મોતનું કારણ બનનાર રફ્તારના રાક્ષસ તથ્ય પટેલે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

આજથી દોઢ વર્ષ પહેલાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના મોતનું કારણ બનનાર નબીરા તથ્ય પટેલે ફરી એકવાર જામીન માટે અરજી કરી છે. તથ્ય પટેલે ફરી એકવાર જામીન મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ અંગે આજ રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. રફ્તારના રાક્ષસ તથ્ય પટેલના જેલમુક્ત થવા હવાતિયાં મારી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં તથ્ય પટેલની કાયમી જામીન અરજી પર સુનાવણી થશે. જોકે ટ્રાયલ કોર્ટે રફ્તારના રાક્ષસ તથ્ય પટેલને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.

તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી પડતર હોવાથી નીચલી કોર્ટમાં હજી સુધી કેસ કે ચાલુ થઈ શક્યો નથી, અને હવે દોઢ વર્ષ પૂરું થવા આવી રહ્યું છે. તેમ છતાં હજી સુધી આ કેસ ઓપન થઈ શક્યો નથી અને નવ લોકો ના ભોગ લેવાયો તેમના પરિવારને હજુ સુધી કોઈ વળતર પણ મળ્યું નથી. હવે ફરી એક વખત તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે, તથ્ય પટેલના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અત્યાર સુધી કુલ 40 મુદ્દતો પૂરી થઈ છે.

શું હતો સમગ્ર મામલો?

પૈસાદાર નબીરા તથ્ય પટેલે 20 જુલાઈ – 2023ની રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં ચૂડાના વતની ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર, અરમાન વઢવાણિયા અને અમન કચ્છી સુરેન્દ્રનગરના રહેવાસી હતા. આ ઉપરાંત બોટાદ તાલુકાના ત્રણ મૃતકોમાં રોનક વિલપરા, કુણાલ કોડિયા અને અક્ષર પટેલ હતા તેમજ અમદાવાદના નિલેશ ખટીક, નીરવ રામાનુજ અને અમદાવાદના પોલીસ કર્મી જસવંતસિંહ ચૌહાણ હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button