NATIONAL

Tamilnaduના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક જિલ્લામાં શાળા-કોલેજો બંધ

તમિલનાડુના કેટલાક ભાગોમાં મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો. IMDએ વધુમાં કહ્યું કે તે 27 નવેમ્બરે ચક્રવાતમાં પણ ફેરવાઈ શકે છે. ચક્રવાતને જોતા રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને કારણે OMR રોડ સહિત ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિકને અસર થઈ હતી. આ સિવાય કેટલીક ફ્લાઈટને પણ અસર થઈ છે.

અધિકારીઓને જવાબદારી સોંપાઈ

મળતી માહિતી મુજબ ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓ ચાંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુર, ઉત્તરી તટીય શહેરો કુડ્ડલોર અને નાગાપટ્ટિનમ સહિત કાવેરી ડેલ્ટા ક્ષેત્રમાં વરસાદ જોવા મળ્યો છે. માયલાદુથુરાઈ, વિલ્લુપુરમ, નાગાપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર અને કુડ્ડલોર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સ્ટાલિનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓએ હાજરી આપી હતી, જેમને વરસાદ સંબંધિત કાર્યોનું નિરીક્ષણ અને સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સચિવાલયમાં અધિકારીઓની મોટી બેઠક યોજી

IMDએ કહ્યું કે દબાણ ક્ષેત્ર ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 27 નવેમ્બરના રોજ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આ પછી, તે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ તમિલનાડુના દરિયાકાંઠે આગળ વધશે, આગામી બે દિવસ સુધી શ્રીલંકાના કિનારાને સ્પર્શ કરશે. હવામાન વિભાગે તોફાનને ‘ફેંગલ’ નામ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સચિવાલયમાં અધિકારીઓની મોટી બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પરિસ્થિતિનો સામનો કરવા NDRF અને રાજ્યની ટીમોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાલમાં NDRF અને રાજ્યની ટીમોને તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડ્ડલોર જિલ્લામાં મોકલવામાં આવી છે.

માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

બેઠકમાં મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું હતું કે પૂરતી સંખ્યામાં રાહત કેમ્પ અને ડોક્ટરોની ટીમ તૈયાર છે. સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે સૌથી પહેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા જોઈએ. આ સાથે જ સરકારે પહેલાથી જ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી હતી. આ પછી મોટાભાગની બોટો કિનારે પરત આવી ગઈ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button