SPORTS

‘અરે અમને કંઇ નથી આવડતુ…’ સુનીલ ગાવસ્કરે રોહિત શર્માને સંભળાવી ખરીખોટી!

ભારત સિડની ટેસ્ટ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી ગયા બાદ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર ખૂબ જ ગુસ્સે જોવા મળી રહ્યા છે. તેમણે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા પર પણ નિશાન સાધ્યું હતું. જો કે તેમણે કોઈનું નામ ન લીધું, પરંતુ તેણે કટાક્ષ કરતાં કહ્યું કે ભૂતપૂર્વ ક્રિકેટરોને કંઈ ખબર નથી, તો તેઓ શું સલાહ આપશે. ગાવસ્કરનું આ નિવેદન રોહિત શર્માના નિવેદન બાદ આવ્યું છે જેમાં રોહિતે પૂર્વ ક્રિકેટરો અને પત્રકારો પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી ગાવસ્કર ગુસ્સે થઈ ગયા અને ખરી ખોટી સંભળાવી હતી.

ગાવસ્કરે કહ્યું – અમને કંઈ ખબર નથી પડતી 
સિડની ટેસ્ટ સમાપ્ત થયા પછી સુનીલ ગાવસ્કરે રોહિત શર્માને આડે હાથ લીધો. એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા ગાવસ્કરે કહ્યું હતું કે શું ભારતે પ્રવાસ પહેલા મેચ રમીને સારી તૈયારી કરવી જોઈએ? તમે શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમવા માટે કહ્યું હતું.? ‘ તેના જવાબમાં તેમણે કહ્યું, ‘અરે, અમને કંઈ નથી આવડતુ. અમે ક્રિકેટ નથી જાણતા. અમે ટીવી પર બોલવા માટે જ છીએ. અમારી વાત ન સાંભળો. તેને તમારા માથા ઉપરથી જ જવા દો.
રોહિતે શું આપ્યું હતું નિવેદન ? 
રોહિત શર્માએ સિડની ટેસ્ટના બીજા દિવસે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરી હતી. તેણે કોઈનું નામ લીધા વગર પૂર્વ ક્રિકેટરો અને પત્રકારો પર પ્રહારો કર્યા હતા. ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, ‘જે લોકો અંદર માઈક, લેપટોપ કે પેન લઈને બેઠા છે તેઓ નક્કી નહીં કરે કે અમારે શું કરવું છે. આપણે જાણીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે. હું બે બાળકોનો પિતા છું, તેથી મને જીવનમાં શું જોઈએ છે તેનો થોડો ખ્યાલ છે.

રોહિતનું પર્ફોમન્સ ન રહ્યું દમદાર 
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં પોતાની કેપ્ટનશિપ અને બેટિંગ બંનેથી નિરાશ કર્યા હતા. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ મેચ રમી પરંતુ તેના બેટથી માત્ર 31 રન જ બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 10 રન હતો. આટલું જ નહીં, રોહિત શર્માએ આ કારણે સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટથી પોતાને દૂર કરી લીધા હતા. આ વિશે વાત કરતા ભારતીય સુકાનીએ કહ્યું હતું કે ટીમને આગળ રાખવું મહત્વપૂર્ણ છે અને તેથી તેણે પસંદગીકારો અને કોચને કહ્યું કે તેની બેટિંગથી રન નથી મળી રહ્યા તેથી તેણે આ મેચમાંથી ખસી જવું જોઈએ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button