મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર શિવાલા સર્કલ ઉપર અદાણીની હાઈટેન્શન વીજ લાઈનના કારણે ઓવરબ્રીજનું કામ અટવાયું છે. જો કે, હાઈટેન્શનની વીજ લાઈનનું સિફિટીંગ કયારે કરવામાં આવશે તે અનિશ્ચિત છે અને અદાણી કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી. જેના કારણે શિવાલા સર્કલના ઓવરબ્રીજને બન્ને તરફથી જોડવાનું કામ વિલંબિત થયું છે. નાનાં વાહનો પણ પસાર થઈ શકે તેમ નથી. કારણ કે રોડની સાઈડમાં સળીયા ઉભા કરવામાં આવ્યા છે.
આ હાઈટેન્શન વીજ લાઈન ઓવરબ્રીજના કામના નિર્માણ માટે અવરોધક બન્યું છે. આ ધીમી ગતિથી કામ કરવામાં આવતાં અવાર નવાર ટ્રાફિક સર્જાય છે અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ હાઈટેન્શન વીજ લાઈન સત્વરે હટાવાય તે જરૂરી છે. આ હાઈવે રોડનું નિર્માણ અને ઓવરબ્રીજ બનાવતાં ઘણો સમય લાગે તેમ છે.
Source link