વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. 10 દિવસ બાદ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની શરૂઆત અને ક્રિસમસની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ હાલમાં પહાડો તરફ જઈ રહ્યા છે, પરંતુ હિમાચલ પ્રદેશના મનાલીમાં વાતાવરણ કંઈક અલગ જ પ્રકારનું છે.
મનાલીમાં ભારે હિમવર્ષા
મનાલીના સોલંગ નાલાથી અટલ ટનલ સુધી 1000થી વધુ વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે. ડીએસપી મનાલી, એસડીએમ મનાલી અને એસએચઓ મનાલી પોલીસ ટીમ સાથે સ્થળ પર છે અને ટ્રાફિક હટાવવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમાચલના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ જ ખરાબ છે. આ સમયે ભારે હિમવર્ષા અને વરસાદ છે. ઘણી જગ્યાએ બરફ જામી ગયો છે. શિમલા અને મનાલીમાં પણ હિમવર્ષા થઈ રહી છે. જોઈને જાણે એમ જ લાગે કે રસ્તા પર સફેદ ચાદર પાથરી દેવામાં આવી હોય. આવી સ્થિતિમાં રસ્તા પર વાહનો આગળ વધી શકતા નથી. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે.
પહાડો પર ભારે હિમવર્ષા
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ પહાડો તરફ જતા હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિમલા-મનાલી પહોંચી રહ્યા છે. અત્યારે મનાલીમાં માત્ર વાહનો જ દેખાય છે. સોમવારે સાંજે ભારે હિમવર્ષાને કારણે સોલંગ નાલાથી અટલ ટનલ સુધી 1000થી વધુ વાહનો અટવાઈ પડ્યા હતા.
700 વાહન ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા
જ્યારે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને આ અંગેની જાણ થઈ, ત્યારે DSP, SDM અને SHO તરત જ મનાલી પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. ભારે ટ્રાફિક જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ પોલીસની ટીમ ટ્રાફિક હટાવવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં 700 વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે.
Source link