હિના ખાનની હિંમતને આખો દેશ સલામ કરી રહ્યો છે. અભિનેત્રી જે રીતે પોતાની બીમારીની સાથે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી રહી છે તેના બધા વખાણ કરી રહ્યા છે. હિના ખાન દર્દમાં પણ હિંમતથી હસી રહી છે અને બીજાને પણ પ્રેરણા આપી રહી છે. પોતાના હાથથી વાળ કપાવવાથી લઈને તેની ટ્રીટમેન્ટની વિગતો શેર કરવા સુધી હિના ખાન તેના ચાહકોને નાના-મોટા તમામ અપડેટ્સ આપી રહી છે.
હિના ખાને તેના કેન્સરના સમાચાર સૌથી પહેલા કોને આપ્યા?
હવે હિના ખાન વિશે એવા સમાચાર સામે આવ્યા છે જેના વિશે તમે જાણતા નથી. 28 જુલાઈએ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. હિનાએ ખુલાસો કર્યો હતો કે, તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. આ પછી અભિનેત્રી હોસ્પિટલની તસવીરો પણ શેર કરી રહી છે. હવે એ ખુલાસો થયો છે કે, કેન્સરની માહિતી મળ્યા પછી હિનાએ પ્રથમ કોને ફોન કર્યો હતો.
હીનાએ પોતાની સમસ્યા આ વ્યક્તિને જણાવી
આ વ્યક્તિ ન તો હિનાનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ છે કે ન તેની માતા. તો એ વ્યક્તિ કોણ હતી જેને હિનાએ આ ખરાબ સમાચાર સૌપ્રથમ સંભળાવ્યા અને આ મુશ્કેલ સમયમાં તેણે સૌથી પહેલા કોને યાદ કર્યા? તો ચાલો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ હિના ખાનની ખાસ મિત્ર અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી મહિમા ચૌધરી છે. મહિમા પોતે કેન્સર સર્વાઈવર છે, તેથી હિના ખાને તેને સૌથી પહેલા ફોન કર્યો હતો. હવે મહિમા ચૌધરીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. મહિમા ચૌધરીએ જણાવ્યું કે હિના અને તેણી પાર્ટીઓમાં મળતા હતા અને પછી બન્ને મિત્રો બની ગઈ હતી.
મહિમાની સલાહથી હિના કરાવી રહી છે સારવાર
મહિમાએ જણાવ્યું કે, હિનાને કેન્સર હોવાનું નિદાન થયા બાદ તે પ્રથમ વ્યક્તિ હતી જેને ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે, હિના તેના સ્તન કેન્સરની સારવાર કરાવવા માટે અમેરિકા જવા માંગતી હતી. પરંતુ તેમના સૂચન પર અભિનેત્રીએ ભારતમાં તેની સારવાર શરૂ કરી. તે સમયે મહિમાએ હિનાને કહ્યું હતું કે, તમે મુંબઈમાં જ ટ્રીટમેન્ટ શરૂ કરો અને એક જ ડોક્ટરની સલાહ લો. કારણ કે દવાઓ અમેરિકા હોય કે મુંબઈ એક જ છે. હિનાએ બરાબર એવું જ કર્યું અને હવે અભિનેત્રી સ્વસ્થ થવાના રસ્તા પર છે.