પોપ્યુલર ટીવી એક્ટ્રેસ હિના ખાને લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવનાર હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી રહી છે. કેન્સરની સારવાર અને કીમોથેરાપીની પીડા છતાં હિનાનો જુસ્સો ઓછો થયો નથી.
હિના ખાન ટૂંક સમયમાં ‘ગૃહ લક્ષ્મી’ નામની નવી વેબ સિરીઝમાં જોવા મળવાની છે. હાલમાં જ આ શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
ફેન્સને પસંદ આવી રહ્યો છે હિના ખાનનો લુક
‘ગૃહ લક્ષ્મી’ના આ ટીઝરમાં હિના ખાનનો લુક દર્શકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ સાડીમાં જોવા મળી રહી છે અને તે ખુરશી પર બેઠી છે. તમને જણાવી દઈએ કે આ શોમાં હિનાના પાત્રનું નામ લક્ષ્મી હશે જ્યારે ચંકી પાંડે ‘કાઝી’ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટર રાહુલ દેવ અને દેવેન્દુ પણ લીડ રોલમાં છે.
આ ટીઝરને પોસ્ટ કરીને કેપ્શન લખવામાં આવ્યું છે કે ‘ગૃહ લક્ષ્મીની અદ્ભુત કલાકારોને મળો, જેમના પ્રેમ, વિશ્વાસઘાત અને અસ્તિત્વની રોમાંચક સ્ટોરી બેતાલગઢના દિલમાં વસેલી છે. લક્ષ્મીની યાત્રાને અનુસરો, જેઓ આ સંકટથી ભરેલી દુનિયામાં પોતાના પરિવાર, રાજ્ય અને પોતાની સુરક્ષા માટે લડી રહી છે. ગૃહ લક્ષ્મીનું ટીઝર રિલીઝ થયા બાદ દર્શકો એક્ટ્રેસના ઉત્સાહના વખાણ કરી રહ્યા છે.
જાણો ક્યારે રિલીઝ થશે ‘ગૃહ લક્ષ્મી શો’
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ હિના ખાન, ચંકી પાંડે અને રાહુલ દેવ સ્ટારર શો ‘ગૃહ લક્ષ્મી’ 16 જાન્યુઆરીથી ઓટીટી પ્લેટફોર્મ એપિક ઓન પર સ્ટ્રીમ થઈ શકે છે. હિનાના આ અપકમિંગ શોને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. એક યુઝરે લખ્યું છે કે’મજબૂત સિંહણનું કેવું અદ્ભુત વલણ છે. વાહ, હું આ શો ચોક્કસ જોઈશ. અન્ય યુઝરે લખ્યું છે કે ‘હું આની રાહ જોઈ રહ્યો છું.’