GUJARAT

Ahmedabadમાં મહિલા કોન્સ્ટેબલનો હિટ એન્ડ રન કેસ, પોલીસ નથી પકડી શકી આરોપીને

અમદાવાદમાં બે દિવસ પહેલા રીવરફ્રન્ટ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે,શરમની વાત તો એ છે કે ટ્રાફિક બી ડિઝવન પોલીસ હજી સુધી આરોપીને પકડી શકી નથી,મૃતક મહિલાનો પરિવાર આશા રાખીને બેઠો છે કે આરોપીની જલદીથી ધરપકડ કરવામાં આવે પરંતુ પોલીસ જ પોલીસને ન્યાય અપાવી રહી નથી તેવું લાગી રહ્યું છે,પોલીસની ટીમ જલદીથી આરોપી ઝડપો અને મૃતક મહિલાને અને તેના પરિવારને ન્યાય અપાવો.

શું રિવરફ્રન્ટના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે ?

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ અકસ્માત રીવરફ્રન્ટ પર બન્યો હતો,અને રીવરફ્રન્ટ પરના સીસીટીવીના આધારે કાર ચાલકની ઓળખ થઈ જ જવી જોઈએ પણ પોલીસ એ ઓળખ હજી સુધી કરી શકી નથી કે કોણ કાર ચાલક હતો,ત્યારે શું રિવરફ્રન્ટ પર લગાવેલ સીસીટીવી બંધ હાલતમાં છે કે શું તેને લઈ પણ સવાલ ઉભા થાય છે,એક ટીમ બનાવો અને આખા દિવસમાં અલગ-અલગ સીસીટીવીની જો તપાસ કરવામાં આવે તો આરોપી ઝડપાઈ જાય.પોલીસ બંદોબસ્તમાં છે પણ અન્ય પોલીસને જવાબદારી સોંપીને આ ગુનાનો ભેદ ઉકેલાય તે જરૂરી બન્યું છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાન આપો

આ સમગ્ર કેસની તપાસ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ ઠાકોર સાહેબ અને તેમની ટીમ કરી રહી છે,ઠાકોર સાહેબ તમે પણ તમારી ટીમને કડક સૂચના આપો અને આરોપી જલ્દીથી ઝડપાય તેવું કંઈક કરો,સીસીટીવી બંધ હાલતમાં છે કે શું જેના કારણે આરોપી ઝડપાઈ શકતો નથી ? પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે થોડું માથું ઝુકાવે અને પોલીસમાં ફરજ બજાવતા મૃતક મહિલાની આત્માને શાંતિ અપાવે તે જરૂરી બન્યું છે.બે દિવસથી આરોપી ઝડપાયો નથી એ શરમની વાત કહેવાય.

પોલીસની ઢીલી કામગીરી

આ અકસ્માત ડફનાળા રિવરફ્રન્ટ પર થયો હતો જેમાં કાર ચાલકે મહિલાને ટક્કર મારતા પોલીસમાં ફરજ બજાવતી મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતુ,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથધરી હતી,મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતી અને પોલીસે રીવરફ્રન્ટના સીસીટીવીના આધારે કારચાલકની શોધખોળ હાથધરી છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેનનું મોત

આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો તેઓ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યાં હતા તે વખતે આ અકસ્માત સર્જાયો હતો,કાર ચાલક ફુલ સ્પીડમાં હતો અને તેણે મહિલાને ઉડાવ્યા હતા જેના કારણે માથાના ભાગે તેમને ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ,ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button