જાપાનને સેમિફાઇનલમાં 2-0થી હરાવીને ભારતીય વિમેન્સ હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતે પોતાના અજેય અભિયાનને જારી રાખ્યું હતું અને સેમિફાઇનલના અંતિમ ક્વાર્ટરમાં બે ગોલ નોંધાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું
જ્યાં તેનો મુકાબલો ચીન સામે થશે. પ્રથમ 45 મિનિટ સુધી બંને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતને સતત પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ તે તમામ વેડફાઇ ગયા હતા. આ દરમિયાન ભારતને 11 કોર્નરને મળ્યા હતા અને તેની સામે જાપાનને એક પણ કોર્નર મળ્યો નહોતો. ભારતે બીજા હાફમાં સવિતા પૂનિયાને હટાવીને બિચ્ચૂ દેવીને ગોલકીપિંગની જવાબદારી સોંપી હતી. ભારત માટે નવનીતે પેનલ્ટી સ્ટ્રોક દ્વારા પ્રથમ ગોલ નોંધાવ્યા બાદ સુનેલિતાએ બીજો ગોલ કરીને ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો. ભારત હવે બુધવારે ચીન સામે ફાઇનલમાં રમશે જેણે પ્રથમ સેમિફાઈનલમાં મલેશિયાને 3-1થી પરાજય આપ્યો હતો. ચીન ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ છે અને ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ છે. ગ્રૂપ રાઉન્ડમાં બંને ટીમો આમનેસામને થઇ હતી અને તેમાં ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો.
Source link