ધ્રાંગધ્રામાં ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાનો દ્વીતીય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરાયુ હતુ. આ તકે સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓને હાલના સ્પર્ધાત્મક યુગમાં પોતાની કારકીર્દીને કેન્દ્રમાં રાખી અભ્યાસ કરવા જણાવ્યુ હતુ.
ભરવાડ સમાજમાં શિક્ષણની જયોત જગાવનાર ભરવાડ સમાજના ભીષ્મ પીતામહ સુરાભાઈ પુનાભાઈ ભરવાડની 107મી જન્મ જયંતી નીમીત્તે ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમીતી દ્વારા ધ્રાંગધ્રાના ટાઉનહોલમાં સન્માન સમારંભનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારૂ, પુર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ, બીન હરીફ ચૂંટાઈ આવેલ ડીરેકટર નવઘણભાઈ ગોલતર, પુર્વ ડીરેકટર છેલાભાઈ ચીરોડીયા, દાતા પ્રોફેસર જીવણભાઈ ડાંગર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે ધો. 10માં સમગ્ર રાજયમાં બોર્ડમાં 11મા ક્રમે આવનાર નીધીબેન બળદેવભાઈ સરૈયાનું રાજકોટના ઉદ્યોગપતી નીલેશભાઈ મુંધવા દ્વારા રૂપીયા 20 હજાર રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયુ હતુ. જયારે ધ્રાંગધ્રા એસ.એસ.પી. જૈન કોલેજમાં કુસ્તીના ખેલાડીઓ માટે કીટ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે 100થી વધુ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજની દિકરીઓ કનુબેન મુંધવા અને મહેશ્વરીબેન ગોલતરે કર્યુ હતુ.
Source link