લાઇફ સ્ટાઇલ

Hot Tea Cancer Risk: સાવધાન! જો તમે પણ ખાલી પેટે ગરમ ચા પીવો છો, તો થઈ જાવ એલર્ટ!

સવારનો સમય અને એક કપ ગરમ ચા. આપણે બધા સવારમાં સૌથી પહેલા એક કપ ચા અથવા કોફી પીતા હોઈએ છીએ. આ દિવસની શરુઆત કરવાની ભારતીય રીત છે. સૌથી મોટી વાત એ છે કે, એક કપ ચા સવારનો થાક દૂર કરવામાં પણ મદદ કરે છે. પણ જે લોકો સવારે ખાલી પેટ ખૂબ જ ગરમ ચા અથવા કોફી પીવે છે, તેમના માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે.

પેટના કેન્સરનો ખતરો વધી શકે

ખાસ કરીને અમુક લોકોને બહુ ગરમ ચા પીવાની આદત હોય છે, તેમને તો આ ચા ગરમ નથી લાગતી પણ બીજા કોઈ જો એ કપને અડે તો હાથ બળવા લાગે. જે હોય તે પણ અસલી વિષય તો નેચર જર્નલમાં છપાયેલા એક સંશોધન અનુસાર, સવાર-સવારમાં ખાલી પેટ વધારે ગરમ ચા પીવાથી એસોફેગલ એટલે કે પેટના કેન્સરનો ખતરો વધી શકે છે.

યૂકે બાયોબેન્કની આ સ્ટડીમાં લગભગ 5 લાખ લોકો પર અધ્યયન કર્યું, જેને અમેરિકાની નેશનલ કેન્સર ઈંસ્ટીટ્યૂટનો પણ સહયોગ મળ્યો છે. અધ્યયનમાં સામે આવ્યું છે કે, જે લોકો રોજ 8થી 10 કપ ગરમ ચા પીવે છે, તેમને ફુડ પાઈપમાં કેન્સર હોવાનો ખતરો વધી જાય છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે, જેટલી વધારે ગરમ ડ્રિંક પીશો, ખતરો એટલો વધી જશે.

એસોફેઝિયલ કેન્સર કેવી રીતે થાય છે?

ગરમ પીણાનું તાપમાન એટલું વધારે હોય છે કે ફુડ પાઈપની નાજુક કોશિકાઓને સતત બાળવાનું કામ કરે છે. તેનાથી ત્યાં સોજો આવી જાય છે. ટિશ્યૂ તૂટવા લાગે છે અને ધીમે ધીમે કેન્સર થવા લાગે છે. એસોફેઝિયલ કેન્સર ગળા અને પેટને જોડતી આ નળીમાં હોય છે, જે આપણા ભોજન અને પેયને પેટ સુધી પહોંચાડે છે.

આ કેન્સરની સમસ્યા એ છે કે તેના શરુઆતી લક્ષણ નજરઅંદાજ કરી દેવામાં આવે છે. જે લોકોને છાતીમાં બળતરા, એસિડિટી અથવા વારંવાર થતી ખાંસી સમજી લે છે. પણ જેમ જેમ બીમારી વધે છે,

તકલીફો વધવા લાગે છે. ખાવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અવાજમાં બદલાવ અને સતત ખાંસી તેના સામાન્ય લક્ષણો છે. એક્સપર્ટ સલાહ આપે છેકે જો આવા લક્ષણોમાંથી કંઈ પણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો, કેમ કે જલદી ખબર પડશે તો સારવાર શક્ય થઈ શકશે.

બચાવના ઉપાય અને સાવધાની

આ પ્રકારના કેન્સરથી બચવા માટે જરુરી છે કે ચા-કોફી અથવા કોઈ પણ પ્રકારના ગરમ પેય પદાર્થને પીતા પહેલા ઠંડા કરી લો. તેનાથી ફુડ પાઈપને ઓછું નુકસાન થશે. સાથે જ તંબાકુ, સિગરેટ અને દારુના સેવનથી દૂર રહેવું જોઈએ. કેમ કે તે કેન્સરના ખતરાને વધારે છે.

જો આપને એસિડિટીની સમસ્યા રહે છે, તો તેની યોગ્ય સારવાર કરાવો. નિયમિત વ્યાયામ કરો અને હેલ્દી ડાઈટ અપનાવો, જેથી આપનું વજન સામાન્ય બની રહે. વધારે વજન પણ આ પ્રકારના કેન્સરના ખતરાનું કારણ બને છે. એક્સપર્ટની વાત માનીએ તો, સમસ્યા ગરમ પેય પદાર્થનું તાપમાન છે.

માત્રા નહીં. એટલા માટે ચા અથવા કોફીને એવા તાપમાન પર પીવું જોઈએ, જેને આરામથી પી શકાય. આ રિસર્ચ બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તમારે તમારી સવારની આદતમાં થોડો બદલાવ લાવવો પડશે. ખાસ જ્યારે વાત ચા અથવા કોફી જેવા ગરમ પેય પદાર્થોની હોય. તમારા સ્વાસ્થ્ય માટે તે સારુ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button