GUJARAT

HOT WEATHER IN KUTCH : કચ્છમાં વરસી “અગનવર્ષા”, ભુજમાં પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ…

હજુ તો માર્ચ મહિનો શરૂ થયો છે, ત્યારે રણપ્રદેશ એવા કચ્છમાં ભારે આકરો તાપ વર્તાઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધુ જતા જનજીવન પર પણ અસર થઈ છે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે રાજસ્થાન પર સર્જાયેલ છે. તેની અસરથી કચ્છ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ભુજમાં મહત્તમ પારો 42.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. કચ્છનું મુખ્ય મથક ભુજ રાજ્યનું મોખરાનું ગરમ કેન્દ્ર બની ગયું છે.

ભુજમાં પારો 42 ડિગ્રીને પાર

ભુજમાં સવારથી જ સૂર્યનારાયણે આભમાંથી અગનવર્ષા વરસાવવાનું શરૂ કરતાં કચ્છનું જનજીવન કાળઝાળ થઈ ગયું છે. લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તો હજુ પણ 3 દિવસ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરતાં કચ્છી લોકોને આકરા તાપમાંથી કોઈ રાહત મળે તેવાં એંધાણ દેખાઈ નથી રહ્યા. જોકે, ધૂળેટી બાદ તાપમાનમાં ઘટાડાનો દોર શરૂ થઈ શકે છે. ભુજમાં પારો 42 ડિગ્રીને પણ પાર કરી જતા જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠયું છે.

3 દિવસમાં ગરમીનું આકરું સ્વરૂપ

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં ગરમીનું આકરું સ્વરૂપ તેમજ હીટવેવ વર્તાશે. કચ્છમાં આકરી ગરમી અનુભવાશે. તેવી આગાહી કરી છે. આ વખતે ગરમી પોતાના બધા રેકોર્ડ તોડશે તેવી શક્યતા દર્શાઈ રહી છે. ચૈત્ર-વૈશાખને પણ ટક્કર મારે તેવી ગરમીથી કચ્છ અગનગોળો બન્યું છે. ભુજમાં વર્ષ 2010 પછીનો સર્વાધિક તાપમાન આ સમયગાળા દરમિયાન નોંધાયું છે. કચ્છમાં મહત્તમ પારો 40 ડિગ્રીને પાર થતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠયું છે.

ગરમીનો કહેર વધતો જાય છે

લોકો ભારે તાપને કારણે બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ગરમીનું અતિ તીવ્ર મોજું જારી રહેવાની આગાહી કરી છે. તો સાથે જ રેડ એલર્ટની ચેતવણી પણ જારી કરી છે. કચ્છમાં ગરમીનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે અને ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં ભારે ઉછાળો લઈ રહ્યું છે. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બજારો સૂમસામ છે. લોકો બપોરે ઘરની બહાર નીકળતા અચકાય છે. ત્યારે આવા આકરા તાપથી બચવા માટે વધારે પાણી પીવું, સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને બપોરે 12 થી 4 દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ગરમીથી બચાવવાની કાળજી રાખવી જોઈએ. કચ્છવાસીઓ માટે આવનારા કેટલાક દિવસો કપરા રહેશે. તેથી સાવધાની રાખવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button