SPORTS

"ક્યાં સુધી અભ્યાસ…?" મયંતી લેંગર સામે શુભમન ગિલને ટ્રોલ કરવાનો પ્રયાસ

  • મયંતી લેંગરે શુભમન ગિલને સવાલ-જવાબ પૂછ્યા
  • જ્યાં શુભમન ગિલને અભ્યાસને લઈને ટ્રોલ કરવામાં આવ્યો હતો
  • ભુવનેશ્વર કુમારે શુભમન ગિલને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો!

શુભમન ગિલને વિરાટ કોહલી પછીનો આગામી શ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે ખૂબ જ સારી કારકિર્દી બનાવી લીધી છે. ગિલ હવે ODI અને T20 ટીમનો વાઇસ કેપ્ટન પણ બની ગયો છે. ત્યારે હવે શુભમન ગિલને તેના અભ્યાસને લઈને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

અભ્યાસના નામે ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

શુભમન ગિલને અભ્યાસના નામે ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કામ બીજા કોઈએ નહીં પણ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી ભુવનેશ્વર કુમારે કર્યું છે. મુંબઈમાં CEAT એવોર્ડ શો ચાલી રહ્યો હતો જ્યાં એન્કર મયંતી લેંગરે શુભમન ગિલને સવાલ-જવાબ પૂછ્યા હતા. આ દરમિયાન ભુવનેશ્વર કુમાર પણ શુભમન ગિલ સાથે સ્ટેજ પર બેઠા હતા.

મયંતી લેંગરે ગિલને સવાલ જવાબ કર્યા

મયંતી લેંગરે ગિલને એક સવાલ પૂછ્યો હતો, જેના પછી ભુવનેશ્વરે પૂછ્યું કે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? મયંતી લેંગરે શુભમન ગિલને પૂછ્યું કે જો તે ક્રિકેટર ન હોત તો તે કયા વ્યવસાયમાં ગયો હોત, તો ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કહ્યું કે તેને વિજ્ઞાનમાં ઘણો રસ છે, તેથી તે વૈજ્ઞાનિક બની ગયો હોત. આ સાંભળીને ભુવનેશ્વર કુમાર હસવા લાગ્યા અને ગિલને પૂછ્યું કે તે કેટલા ભણેલા છે.

ગિલની ખરી પરીક્ષા આવતા મહિનાથી શરૂ

જ્યારે ગિલે પહેલા સવાલનો જવાબ ન આપ્યો ત્યારે ભુવીએ ફરીથી તેને તેના શિક્ષણ વિશે પૂછ્યું. આના પર ગિલે જવાબ આપ્યો કે તે હાલમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું કરી રહ્યો છે. શુભમન ગિલ ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરે છે પરંતુ ગીલ હજુ T20 અને ટેસ્ટ ફોર્મેટમાં પોતાને સાબિત કરી શક્યો નથી. ગિલની ખરી પરીક્ષા આવતા મહિનાથી શરૂ થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button