BUSINESS

ચૂંટણી પરિણામો વચ્ચે માર્કેટમાં તેજી, વિદેશી રોકાણકારોને આકર્ષવામાં કેટલુ રહેશે સફળ?

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થઇ જશે. હાલમાં મત ગણતરી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની આગેવાની ધરાવતી ગઠબંધનની આગેવાની જોવા મળી રહી છે. જ્યારે હરિયાણામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જેની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. માર્કેટ ખૂલતાની સાથે જ તેજી સાથે ખૂલ્યુ પછી તેમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં માર્કેટ મજબૂત અંકો સાથે કારોબાર કરી રહ્યુ છે. ત્યારે જાણીએ હવે બજારમાં આજે જે રિકવરી જોવા મળી રહી છે તે તેજીનું ટ્રેલર છે કે માત્ર ભ્રમ. આવો જાણીએ 

રોકાણકારોના કરોડો ડૂબ્યા

હાલમાં બજારમાં તેજી જોવા મળી રહી છે પરંતુ અગાઉની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી બંને સતત 6 ટ્રેડિંગ સેશનમાં નુકસાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. પરિણામે રોકાણકારોના કરોડો રૂપિયા પાણીમાં ગયા. આ 6 દિવસમાં 25 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી નાણા ઉપાડી લીધા. માર્કેટમાં આ વેચવાલી પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં તેણે શેરબજારમાં 57 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય શેર બજાર કેટલો થયો ઘટાડો ?

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેનું મુખ્ય કારણ ચીનને જવાબદાર માનવામાં આવે છે. ચીને તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેના કારણે વિદેશી રોકાણકારોની દિશા ચીન તરફ વળી છે. સૌથી પહેલા જો ભારતના શેરબજારની વાત કરીએ તો સોમવારે સેન્સેક્સમાં 638 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 81,050 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 218 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 24,795.75 પોઈન્ટ પર બંધ થયો હતો. ખાસ વાત એ છે કે 26 સપ્ટેમ્બરથી સેન્સેક્સમાં લગભગ 4,800 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ નિફ્ટીમાં પણ લગભગ 1,400 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈશ્વિક બ્રોકરેજ ફર્મ CLSA એ ભારતીય શેરબજારમાં પોતાનું રોકાણ ઘટાડી દીધું છે. જ્યારે તેણે ચીનમાં તેના રોકાણની માત્રામાં વધારો કર્યો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ્સના જણાવ્યા અનુસાર ભારતીય શેરબજારમાં ત્રણ કારણોથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ કારણો હોઇ શકે જવાબદાર 

  • પ્રથમ કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો છે. ઓક્ટોબર મહિનામાં તેમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
  • બીજું કારણ IPOની તેજી છે.
  •  છેલ્લું કારણ રિટેલ રોકાણકારોનો શેરબજાર તરફ વધતો ઝોક છે.

તો શું માર્કેટમાં જોવા મળશે તેજી?

માર્કેટમાં જોવા મળી રહેલા ઉછાળાને લઇને નિષ્ણાંતોનું કહેવુ છે કે માર્કેટમાં હજી પણ ઓવરઓલ પોઝિટીવ સેન્ટિમેન્ટ છે. એવામાં હવે માર્કેટમાં બહુ મોટો ઘટાડો જોવા મળી શકે તેમ નથી. માર્કેટ થોડા સમય માટે સ્ટેબલ મોડમાં જતુ રહ્યુ છે. કારણ કે નવેમ્બર ડિસેમ્બરમાં હેજ ફંડ્સ પોતાનો પ્રોફિટ બુક કરે છે અને આ વર્ષે પણ આવુ જ કરશે. એવામાં બજારમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ આ વચ્ચે ડોમેસ્ટિક અને FII નાણાનું રોકાણ કરશે એટલે રિકવરી બરાબર થઇ રહેશે. એટલે ઓવર ઓલ જોઇએ તો માર્કેટ લાઇફ ટાઇમ ઊંચી સપાટી તોડી શકશે અને બજારના હકારાત્મક સેન્ટિમેન્ટને કારણે વિદેશી રોકાણકારો પણ નાણાંનું રોકાણ કરશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button