ENTERTAINMENT

Subhash Ghai, Saira Banuની તબિયત હવે કેવી?, જાણો હેલ્થ અપડેટ

ગયા સપ્તાહમાં બોલિવૂડમાંથી ખરાબ સમાચાર આવ્યા હતા. એવું બહાર આવ્યું છે કે બોલિવૂડના બે દિગ્ગજોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય કરણ જોહરની માતાની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર આવ્યા હતા, આ સમાચાર ફેલાતા જ પ્રશંસકો આ ત્રણેયની તબિયતને લઈને સતત ચિંતિત હતા. હવે અમે તમને આ ત્રણેયના હેલ્થ અપડેટ વિશે જણાવીએ છીએ.

સુભાષ ઘાઈ

પ્રખ્યાત દિગ્દર્શક સુભાઈ ઘાઈને શનિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ચક્કર આવી રહ્યા હતા, ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ફિલ્મ નિર્માતાએ પોતે ટ્વીટ કરીને તેના તમામ પ્રશંસકોને તેમની હેલ્થ અપડેટ આપી છે. આ સિવાય સુભાષ ઘાઈની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે હાઈપોથાઈરોડિઝમ અને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સુભાઈ ઘાઈએ ટ્વીટ કર્યું, ‘આઈએફએફઆઈ ગોવામાં મારા વ્યસ્ત કાર્યક્રમ પછી હવે બધું બરાબર છે, જલ્દી મળીશું. આભાર. તાજેતરમાં સુભાષ ઘાઈએ ગોવામાં આયોજિત 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ભાગ લીધો હતો. જ્યાં તેમની ફિલ્મ તાલ દર્શાવવામાં આવી હતી.

સાયરા બાનુ

પીઢ અભિનેતા દિલીપ કુમારના પત્ની અને બોલિવૂડના જાણીતા અભિનેત્રી સાયરા બાનુની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને ન્યુમોનિયા થયો હતો, જેના પછી તેમને લોહી ગંઠાઈ જવાની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.

સાયરા બાનુ ડીપ વેઈન થ્રોમ્બોસિસથી પીડિત છે. સોશિયલ મીડિયા પર તેમની બગડતી તબિયતના સમાચાર આવતા જ તેના પ્રશંસકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના શરૂ કરી દીધી હતી. જોકે, હવે સાયરા બાનુની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

હીરુ જોહર

હાલમાં જ પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરની માતા હિરૂ જોહર વિશે સમાચાર આવ્યા હતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જે કે હવે હિરૂ જોહરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે પરત ફર્યા છે. જોકે તે હજુ પણ રિકવરીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. 2021માં હીરૂ જોહરની બે મોટી સર્જરી થઈ હતી, જેમાં સ્પાઈનલ ફ્યુઝન અને ની-રિપ્લેશમેન્ટનો સમાવેશ થાય છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button