SPORTS

હું જસ્સી ભાઈ પર..! ગૂગલ પણ થયું બુમરાહનું ફેન, પોસ્ટ થઈ વાયરલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ સિરીઝમાં જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીની સૌથી ખતરનાક બોલિંગ કરી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પણ બુમરાહથી ડરે છે. ગબ્બા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતી વખતે બુમરાહે 6 વિકેટ ઝડપી હતી, આ સિવાય તેની બેટિંગ પણ ઘણી સારી હતી. હવે ગૂગલ પણ બુમરાહનું ફેન બની ગયું છે.

ગૂગલને બુમરાહ પર વિશ્વાસ

વાસ્તવમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે જસપ્રીત બુમરાહને તેની બેટિંગ વિશે પૂછ્યું. જેના જવાબમાં બુમરાહે કહ્યું, “આ એક રસપ્રદ પ્રશ્ન છે. પરંતુ, તમે મારી બેટિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા છો. ટેસ્ટ ઓવરમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા છે તે જોવા માટે તમારે ગૂગલનો ઉપયોગ કરવો જોઈએ.” પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બુમરાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર ગૂગલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

ગૂગલની કોમેન્ટ થઈ વાયરલ

ગૂગલે બુમરાહનો આ વીડિયો X પર ફરીથી પોસ્ટ કર્યો અને લખ્યું, “મને ફક્ત જસ્સી ભાઈ પર વિશ્વાસ છે.” એટલે કે હવે ગૂગલ પણ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું ફેન બની ગયું છે. બુમરાહ ટીમ ઈન્ડિયા માટે દરેક ફોર્મેટમાં સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે. દુનિયાભરના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ બુમરાહની બોલિંગના વખાણ કરી રહ્યા છે. અત્યાર સુધી બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button