સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે જૂન 2024માં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં માત્ર નજીકના લોકો અને મિત્રો જ હાજર રહ્યા હતા. સોનાક્ષી અને ઝહીરે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. તેમના લગ્નના વિડીયો અને ફોટા ખૂબ વાયરલ થયા હતા. સોનાક્ષી અને ઝહીર લગ્ન બાદ ખૂબ જ ખુશ છે અને લાઈફ એન્જોય કરી રહ્યાં છે. બહાર જવું અને એકબીજા સાથે સમય પસાર કરવો એકબીજાને ખૂબ જ ગમી રહ્યો છે.
ઝહીર ઈકબાલે લગ્ન અંગે કર્યા ખુલાસા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન બાદ બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે ત્યાર બાદ હવે ઝહીર ઈકબાલે લગ્ન પછીના અનુભવો અંગે ખુલાસા કર્યા છે. ઝહીરે કહ્યું હતું કે, તે ઘણીવાર ભૂલી જાય છે કે તે પરિણીત છે. જ્યારે તે જાહેર સ્થળે હોય છે ત્યારે તેને લાગે છે કે તે સોનાક્ષીનો હાથ પકડી શકતો નથી કારણ કે તેણે વર્ષો સુધી તેમના સંબંધોને છુપાવીને રાખ્યા હતા.
ભૂલી જાવ છું કે લગ્ન થઈ ગયા છે: ઝહીર
ઝહીરે કહ્યું હતું કે, ‘હું હજુ પણ ભૂલી જાવ છું કે મારા અને સોનાક્ષીના લગ્ન થઈ ગયા છે. જેમ કે જ્યારે આપણે કોઈ સાર્વજનિક સ્થળે જઈએ છીએ ત્યારે હું તેનો હાથ પકડી શકતો નથી અને પછી મને યાદ આવે છે કે, ‘હવે અમે લગ્ન કરી લીધાં છે.’ સોનાક્ષી સિંહા પણ ઝહીર સાથે સહમત હતી. સોનાક્ષીએ કહ્યું હતું કે લગ્ન પછી અમારી વચ્ચે બહુ બદલાવ આવ્યો નથી કારણ કે અમે ઘણા સારા મિત્રો છીએ. સોનાક્ષીએ કહ્યું હતું કે તેણીને હજુ પણ એવું લાગે છે કે જાણે તેઓ ઘણા વર્ષો પહેલા ડેટ કરવાનું શરૂ કર્યું હોય.
સોનાક્ષી અને ઝહીરે હાલમાં તેમના ઇજિપ્ત વેકેશનનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર એકબીજાનો હાથ પકડીને વેકેશન માણતા જોવા મળ્યા હતા.