સુરેન્દ્રનગર જિલ્લાનાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલાવાડીયાએ અનુરોધ કરતા જણાવ્યું છે કે, વર્ષ: ૨૦૨૪-૨૫ અન્વયે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે “આઈ–ખેડૂત” પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જરૂરી કાગળીયા હશે તો જ થશે કામગીરી
આ વિવિધ ઘટકો હેઠળ સરકારની સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭-૧૨, ૮-અના અદ્યતન ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, કેન્સલ ચેક, આધારકાર્ડની નકલ, અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૦૭-૦૮, બ્લોક-સી, બહુમાળી ભવન, બેરાળી રોડ સુરેન્દ્રનગર ખાતે સમયમર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
ઓનલાઈન અરજીનો લાભ લો
અત્રે ઉલ્લેખનીય છે કે, બાગાયતી ખેતી કરતા ખેડૂતો પપૈયા, કેળ, ટીસ્યુકલ્ચર ખારેક, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફૂલ પાકની ખેતી, ખેતર પરના શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગના યુનિટ, વગેરેની સહાય માટે વિવિધ ઘટકોમાં સરકારની યોજનાનો લાભ લેવા માટે તા. ૧૫.૧૨.૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
સોલારને લઈ માહિતી જાણો
ખેતીવાડી ખાતાની ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે સોલાર પાવર યુનિટ/ કીટ ઘટક 5 ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી I-khedut portal ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ ઘટકમાં લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. ખેડૂત મિત્રોએ અરજી કરતી વખતે બેંક પાસબુક, આધાર કાર્ડ અને ૮-અની નકલો સાથે રાખવાની રહેશે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.
Source link