SPORTS

Sports: ઓલિમ્પિક ચેમ્પિયન-ફિગર સ્કેટર તાતિયાના નવકા દ્વારા આઇસ શૉ શેહેરઝાદે યોજાશે

ભારતમાં પ્રથમ વખત આઇસ સ્કેટિંગ, થિયેટર તથા અરેબિયન નાઇટ્સનો અદ્ભુત સંગમ યોજાશે. ઓલિમ્પિક ફિગર સ્કેટિંગ ગોલ્ડ મેડલ વિજેતા તાતિયાના નવકા દ્વારા અમદાવાદના ઇકા એરિના ખાતે ‘શેહેરઝાદે આઇસ શૉ’નો શુક્રવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે.

ઓલિમ્પિક, વર્લ્ડ અને યુરોપિયન ફિગર સ્કેટિંગ ચેમ્પિયન્સ આઇસ ડાન્સ દ્વારા કલાત્મક સ્કેટિંગ વડે પ્રેમ અને રોમાંચથી ભરપૂર કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તાતિયાના સિસ વિક્ટોરિયા સિનિસ્તિનાનું, નિકિતા કાત્સાલાપોવ શેહેરઝાદેનું, પોલિવાસ વાનાગાસ કિંગ મિર્ગલિનાનું, ઇરાન રિધિની જિન તરીકે, એગોર મુરાશોવ અલાદીનનું પાત્ર ભજવશે.

 ભારતના પોતાના પ્રથમ પ્રોગ્રામ અંગે ખુશી વ્યક્ત કરીને તાતિયાનાએ જણાવ્યું હતું કે શેહેરઝાદે માત્ર પ્રોગ્રામ નથી પરંતુ તેમાં અરેબિયન નાઇટ્સની વાર્તાઓ, કલા અને સંસ્કૃતિનો સમન્વય છે. અમારા વિશ્વ સ્તરીય કલાકારો અમદાવાદના લોકોને એક અવિસ્મરણીય અનુભવ આપવા માટે તૈયાર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button