AMC દ્વારા રૂ. 80 કરોડના ખર્ચે વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના રોડને આઈકોનિક રોડ બનાવવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં આવેલ વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.65 કિ.મી. લંબાઈના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે.
વિસત સર્કલથી ઝુંડાલ સુધીના 3.65 લંબાઈ અને 60 મી.ની પહોળાઈ ધરાવતા આ રોડમાં વચ્ચેના ભાગમાં BRTS કોરિડોર હશે અને BRTS કોરિડોર સિવાયના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે. આઈકોનિક રોડમાં 2.0 મીટરનો પાથવે, લેન્ડ સ્કેપીંગ અને બોલાર્ડ લાઇટીંગ, ઝોનમાં વેન્ડીંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેંચીસ, ઓનસ્ટ્રીટ પાર્કિંગ, વોકીંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરીયા, સહિતની સુવિધા ઉભી કરાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નવા પશ્ચિમ ઝોનમાં આવેલો S G હાઈવે રાજ્ય સરકાર, હાઈવે ઓથોરિટી હેઠળ આવતો હોવા છતાં AMC દ્વારા SG હાઈવે પર પણ સુવિધાઓ ડેવલપ કરાય છે. આ પ્રકારે વિસત સર્કલથી ઝુંડાલસુધીના રોડને પણ AMCના ખર્ચે આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે
Source link