Life Style

શરીરમાં કોઈ પણ ભાગે ઇજા થઈ હોય તો શ્વાન કે બિલાડીથી રહેજો દૂર, નહીં તો કાપવા પડશે શરીરના આ અંગ, કારણ જાણવા જુઓ Video

પાલતુ પ્રાણી જેવા કે શ્વાન અને બિલાડી હર કોઈને પસંદ હોય છે. કેટલીક વાર લોકો રસ્તે ચાલતા શ્વાન અને બિલાડીને રમાડતા પણ જોવા મળે છે. અને ક્યારેક તેમણે આ શ્વાન કે બિલાડી ચાટતા પણ હોય છે. ત્યારે તમારે એ જાણવું પણ જરૂરી છે કે શું પાલતુ પ્રાણીનું આ રીતે તમને ચાટવું તમારા માટે ગંભીર બની શકે છે કે કેમ અને જો હા તો શું છે કારણ ચાલો જાણીએ.

સામાન્ય રીતે લોકો રસ્તે ચાલતા શ્વાન અને બિલાડીને પ્રેમ કરતાં જોવા મળે છે. આ દરમ્યાન શ્વાન પોતાની જીભ વડે વ્યક્તિને ચાટે છે. ત્યારે તેણી જીભમાં કેપનોસાયટોફેગા નામના બેક્ટેરિયા હોય છે. જે તમારા શરીર માટે ખૂબ ખતરનાક છે.

જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં ઇજા પહોંચી છે અને તે જ જગ્યાએ આ શ્વાન તમને ચાટે છે અને જો તેણી લાળમાં રહેલા કેપનોસાયટોફેગા બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશે તો ગંભીર સ્થિતિ સર્જાય શકે છે.



સવારે દૂધ અને રોટલી ખાવાના 5 ચોંકાવનારા ફાયદા



ફણગાવેલા કઠોળમાં છે શરીરની આટલી સમસ્યાઓનું સમાધાન



જીરું કરશે જાદુ ! આ રીતે કરો સેવન, અઢળક રોગોમાં થશે લાભ



કરોડપતિ સિંગર સાથે જોડાયું હાર્દિક પંડ્યાનું નામ, જુઓ ફોટો



Pakistan flag : શું છે પાકિસ્તાની ઝંડાનું નામ? સારા-સારા લોકો પણ યાદ નથી રાખી શકતા



શું ગોળ ખાવાથી વજન વધે છે?


કેપનોસાયટોફેગા એ એક પ્રકારનો બેક્ટેરિયા છે જે સામાન્ય રીતે શ્વાન અને બિલાડીઓના મોંમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા દુર્લભ કિસ્સાઓમાં મનુષ્યોને ચેપ લગાવી શકે છે, ખાસ કરીને જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા જો તે અથવા તેણીને પ્રાણીના કરડવાથી અથવા ખંજવાળથી ઇજા થઈ હોય. આ ચેપ ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે સેપ્સિસ (લોહીનું ઝેર) અને અંગને ગંભીર નુકસાન. તેથી, જો શ્વાન અથવા બિલાડી દ્વારા ચાટવા કેકરડવામાં આવે તો તરત જ તબીબી સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

કેપનોસાયટોફેગા ચેપથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જોઈએ

  • કૂતરા કે બિલાડીના સંપર્કમાં આવ્યા બાદ સાબુ અને પાણીથી તરત જ શરીર પરનો ઘા સાફ કરો
  • જો તમને કોઈ પ્રાણી કરડ્યું હોય અથવા ઇજા વાળી જગ્યા પર ચાટ્યું હોય, ખાસ કરીને જો ઘા ઊંડો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
  • નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પાલતુ પ્રાણીઓ સાથે મર્યાદિત સંપર્ક રાખવો.
  • પશુ સ્વચ્છતા માટે નિયમિત સફાઈ અને પાલતુ પ્રાણીની આરોગ્ય તપાસ કરવી ખૂબ જરૂરી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button