GUJARAT

Ahmedabad: પૈસા નહોતા તો પ્રિ-એપ્રૂવ્ડ લોન કરાવી 19.92 લાખ ટ્રાન્સફર કરાવ્યા

બોપલની મહિલા સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે. પ્રોજેક્ટ મેનેજર મહિલાને ફોન કરી મુંબઈથી ઈરાન મોકલેલા કુરિયરમાં ગેરકાયદે વસ્તુ છે અને મની લોન્ડરિંગમાં તમે સામેલ છો તેમ કહીને સાયબર ક્રાઈમ પોલીસની ઓળખ આપીને રૂ.19.92 લાખ પડાવ્યા હતા.

તેમજ ગઠિયાએ મહિલા પાસેથી તમામ વિગતો અને ઓટીપી મેળવીને પ્રિ એપ્રૂવ્ડ લોન કરાવી તેને ટ્રાન્સફર કરાવી રૂપિયા પણ પડાવ્યા હતા. આ અંગે મહિલાને ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.બોપલમાં રહેતા 35 વર્ષીય મહિલા એક કંપનીમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 1 ઓગસ્ટે તેઓ ઘરે હાજર હતા ત્યારે સવારના સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તમે ફેડેક્સ કુરિયર મારફ્તે ઈરાન પાર્સલ મોકલાવેલ છે. જેમાં ગેરકાયદે વસ્તુ છે. જેથી મુંબઈ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાઈ છે. જે બાદ પ્રદિપ સાવંત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાની ઓળખ આપી મહિલા પાસે સ્કાયપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વીડિયો કોલ કર્યો હતો. જે બાદ તમારા આધાર કાર્ડથી 24 એકાઉન્ટો ખુલ્યા છે અને તે એકાઉન્ટોનો મનીલોન્ડરીંગમાં ઉપયોગ થઈ રહ્યો છે અને એક એકાઉન્ટ એક આંતકવાદીએ ખોલાવ્યું છે. જેથી તમે ઈન્વેસ્ટિગેશનમાં સહકાર આપો તો કેસ જલ્દી સોલ્વ કરી શકાશે તેમ જણાવ્યુ હતુ. જેથી ગભરાઇ ગયેલ મહિલાએ પૂછયા પ્રમાણે બેંકની માહિતી આપી તથા બેંકની એપ્લિકેશન ખોલીને ઠગે જે પ્રમાણે જણાવ્યુ તે તમામ વસ્તુઓ કરી હતી. જો કે થોડા સમય પછી તેમના એકાઉન્ટમાંથી રૂ.19.92 લાખ ક્રેડિટ થયા હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી આ બાબતે ફોન કરનારને પૂછતા તમારા નાણાં બ્લેકમની છે કે નહીં તે તપાસ કરીને તમારા એકાઉન્ટમાં પરત મોકલી દઈશ તેવું જણાવીને ફોન કાપી નાખ્યો હતો. જે બાદ તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે મહિલાએ અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button