TECHNOLOGY

ટ્રાફિકજામથી છો પરેશાન? તો Google Mapનું આ ફીચર તમને આવશે કામ

  • Google Mapનું આ ફીચર તમને કલાકોના ટ્રાફિકજામથી બચાવશે
  • લાઈવ ટ્રાફિક અપડેટ ફીચર કલાકોની ટ્રાફિકજામથી અપાવશે છૂટકારો
  • આ ફીચર તમને સૌથી સારો રસ્તો અને ટ્રાફિક વગરનો રસ્તો બતાવશે

શું તમે પણ દરરોજ ટ્રાફિકમાં ફસાઈ જવાથી પરેશાન છો? જો હા, તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલ મેપે એક નવું ફીચર રજૂ કર્યું છે જે તમને ટ્રાફિકજામથી બચવામાં મદદ કરી શકે છે.

શું છે આ નવુ ફીચર?

ગૂગલ મેપ દ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ ટ્રાફિક અપડેટ કહેવામાં આવે છે. આ નવા ફીચરની મદદથી તમે કોઈપણ રસ્તા પર ટ્રાફિકની સ્થિતિને લાઈવ જોઈ શકો છો. તમે જાણી શકો છો કે કયા રસ્તા પર જામ છે અને કયા રસ્તા પર તમે સરળતાથી પહોંચી શકો છો.

કેવી રીતે કરવું આ ફીચરને ઇનેબલ?

સૌથી પહેલા તમારા ગુગલ મેપને તમારા સ્માર્ટફોનમાં ઓપન કરો. ગૂગલ મેપના સેટિંગમાં જઈમાં નોટિફિકેશ પર ક્લિક કરો. જ્યાર બાદ ગેટીંગ અરાઉન્ડ પર ક્લિક કરશો એટલે ટ્રાફિક સેટિંગનો ઓપ્શન મળશે. ત્યાં જઈને તમે લાઈવ ટ્રાફિક અપડેટને ઈનેબલ કરી તમે લાઈવ ટ્રાફિક અપડેટને મેળવી શકો છો.

આ ફીચરના ક્યા-ક્યા ફાયદા છે?

તમે આ ફીચરની મદદથી ટ્રાફિક જામથી બચી શકો છો અને તમે જે પણ કામ માટે જઈ રહ્યા છે, ત્યાં જલ્દી પહોંચી શકો છો. સાથે-સાથે તમે ફીચરનો ઉપયોગ કરીને સૌથી સારો રૂટ પ્લાન બનાવી શકો છો. જેના કારણે તમારો ઘણો સમય પણ બચાવી શકો છો.

આ ફીચરથી મળશે શોર્ટકટ રસ્તો

ગૂગલ મેપના આ ફીચરથી સૌથી સારો રસ્તો પણ શોધી શકો છો. જે રસ્તા પર થોડો પણ ટ્રાફિકજામ નહીં હોય. જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ચનો ઉપયોગ કરો છો તો તમે આ ફીચરની મદદથી બસ અથવા ટ્રેનના શેડ્યુલ પણ જોઈ શકો છો. જ્યારે તમે પગપાળા અથવા સાયકલ દ્વારા મુસાફરી કરો છો તો તમે આ સુવિધાની મદદથી સૌથી સારો રસ્તો શોધી શકો છો. ગૂગલ મેપના લાઈવ ટ્રાફિક અપડેટ ફીચર ખુબ જ ઉપયોગી ટૂલ છે. જે તમને ટ્રાફિક જામથી બચવા મદદ કરી શકે છે. જો તમે દરરોજ મુસાફરી કરો છો, તો તમારે ચોક્કસપણે આ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button