ચીન હંમેશા પોતાની અવળચંડાઇથી ઉપર આવતુ નથી. જો કે ભારતીય સેના ચીનની અવળચંડાઇ સામે બરાબરનો જવાબ આપી રહી છે. ત્યારે ભારતીય સેના ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. જો કે આ નિવેદન એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલના સંવાદમાં આપ્યું છે. સેના ચીફે કહ્યું કે ચીન આર્ટીફિશિયલ ગામ વસાવી રહ્યું છે.
આર્મી સેના પ્રમુખનું મોટું નિવેદન
ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને આ મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે ચીન કૃત્રિમ વસાહતો સ્થાપી રહ્યું છે. તે કોઇ સમસ્યા નથી. ચીન તેના દેશમાં જે કરવું હોય તે કરી શકે છે પંરતુ આપણે દક્ષિણ ચીન સમુદ્રમાં જે જોઈએ છીએ અને જ્યારે આપણે ગ્રે ઝોનની વાત કરીએ છીએ તો શરૂઆતમાં અમને માછીમારો અને એવા લોકો મળે છે જે સૌથી આગળ રહેતા હોય છે. જે બાદ અમે જોઇએ છીએ કે સેના તેઓને બચાવવા આગળ વધતી જોવા મળે છે.
મોડેલ ગામો વધુ સારા બનશે
આર્મી ચીફે આગળ કહ્યું કે આપણા ત્યાં પહેલે થી જ આવા પ્રકારના મો઼ડલ વિલેજ બનતા આવી રહ્યા છે પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે હવે રાજ્ય સરકારોને પણ સંસાધન લગાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હવે સમય આવી ગયો છે કે સેના, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની દેખ રેખ એક સાથે થઇ રહી છે. તેથી જે મૉડલ વિલેજ બની રહ્યા છે તે વધારે શ્રેષ્ઠ હશે.
સ્થિતિ 2020 પહેલા જેવી હોવી જોઈએ
કૂટનીતિક મંત્રણાના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. પરંતુ જ્યારે જમીની સ્થિતિની વાત આવે છે ત્યારે કોર કમાંડર નિર્ણય લે છે. પરિસ્થિતિ ચોક્કસપણે સ્થિર છે, પરંતુ સામાન્ય નથી. 2020 પહેલા જે સ્થિતિ હતી તે પુનઃસ્થાપિત થવી જોઈએ. જ્યાં સુધી સ્થિતિ પૂર્વવત નહીં થાય ત્યાં સુધી સ્થિતિ સંવેદનશીલ રહેશે. અમે કાર્યકારી રીતે તૈયાર છીએ.
Source link