GUJARAT

Ahmedabad: ટ્રાફિકના નિયમનો ભંગ કરો છો તો ચેતી જજો, લાયસન્સ થશે રદ

જો તમે વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છો તો ચેતી જજો. કારણ કે ટ્રાફિકના નિયમને લઈને તમારી અવગણના તમને ભારે પડશે. ગુજરાત હાઈકોર્ટના સુચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહનચાલકના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

2 હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો

ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 6 જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે. એવા 2 હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની આરટીઓમાં આ રિપોર્ટ કરીને વાહનચાલકોની વિગતો આપવામાં આવી છે. જો કે ગત જુલાઈ મહિનામાં પણ 151 વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

દરરોજ 3થી 4 હજાર વાહનચાલકોને મેમો આપવામાં આવી રહ્યા છે

જેમાં આરટીઓ દ્વારા 37 જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જો કે હાલમાં પણ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના 3થી 4 હજાર વાહનચાલકોને મેમો આપવામાં આવી રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં પણ 6 મેમોની સંખ્યામાં ઘટાડો કરીને વધુમાં વધુ વાહનચાલકો સામે કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે.

સુરતમાં ટ્રાફિક નિયમ તોડનારા થઈ જજો સાવધાન

સુરતમાં ટ્રાફિકના નિયમ તોડનારા સાવધાન થઈ જજો, કારણ કે સુરત RTO દ્વારા 130 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અકસ્માત, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત RTO દ્વારા 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં 275 જેટલા વાહનચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને શા માટે લાયસન્સ ન સસ્પેન્ડ કરવા તે માટે ખુલાસો માગ્યો હતો. ત્યારે છેલ્લા બે દિવસમાં 275 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. ત્યારે વાહનચાલકોને ચુસ્ત રીતે નિયમોનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાની દિવસેને દિવસે વકરતી જાય છે અને ઠેર-ઠેર લગાવેલા સિગ્નલો પર લાંબો ટ્રાફિકજામ જોવા મળે છે. ત્યારે વાડજ RTO સહિતના માર્ગો પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે શહેરમાં આજે TRB જવાનો વિરોધમાં જોડાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને તેના કારણે ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ પણ ટ્રાફિકથી બ્લોક થઈ ચૂક્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button