GPSC ભરતીને લઈને મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી લેવાશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી લેવાશે જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી લેવાશે. પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. અગાઉની ભરતીઓમા ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાની સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય કરાયો છે.
GPSC દ્વારા 2025નું ભરતી કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. તેવી માહિતી GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી હતી. GPSCના ચેરમેન હસમુખ પટેલે ‘X’ પર લખ્યું હતું કે, ‘GPSC વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.’ હસમુખ પટેલે અન્ય એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.’