દાહોદના લીમખેડાના અગારા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે જેમાં એક જ દિવસમાં દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો છે જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.યુવક અને મહિલા પર હુમલો કરતા બન્ને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે,ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે.
આગરા ગામે દીપડાએ કર્યો હુમલો
લીમખેડા તાલુકાના અગારા ગામે દીપડાએ એક યુવક અને એક મહિલા પર હુમલો કરતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવામાં બીક લાગી રહી છે,વહેલી સવારે 7:00 વાગ્યે યુવક કુદરતી હાજતે યુવક ગયો હતો તે સમયે દીપડાએ હુમલો કર્યો છે,યુવકને વધુ ઈજા પહોંચી છે,દીપડાએ મોઢા,હાથ,છાતીના ભાગે પંજો મારવામાં આવ્યો હતો,તો બીજી તરફ મહિલા ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન ઘાસ કાપતી મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.
વન વિભાગે ગોઠવ્યું પાંજરૂ
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડો કઈ દિશામાં ગયો તે તરફ તપાસ કરી હતી સાથે સાથે દીપડો ઝડપાય તેને લઈ વન વિભાગે પાંજરૂ પણ ગોઠવ્યું છે,દીપડો કયારે પાંજરે પુરાય તેને લઈ ગ્રામજનો રાહ જોઈ રહ્યાં છે.ગ્રામજનોનો એ પણ આક્ષેપ છે કે વાંરવાર દીપડો ગામની અંદર આંટાફેરા પણ મારતો હોય છે અને પશુનું મારણ પણ કરતો હોય છે,ત્યારે વન વિભાગે જંગલ તરફ પણ એક પાંજરૂ ગોઠવ્યુ છે જેથી દીપડો જંગલ તરફથી ગામમાં આવતો હોય તો ઝડપાઈ જાય.
દાહોદામાં દીપડાનો વધ્યો આંતક
સંજેલી તાલુકાના કડવાના પડ ગામે રાત્રી દરમિયાન બે દીપડો લટાર મારતા રસ્તો ઓળંગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, સંજેલી તાલુકાની ચારે બાજુ જંગલ અને ડુંગરાળ વિસ્તાર આવેલો છે, જંગલ વિસ્તારમાંથી અવાર-નવાર દીપડાઓ રાત્રીના સમયે શિકારની શોધમા આવતા હોય છે, ભુતકાળમાં પણ સંજલી તાલુકાના જંગલ વિસ્તાર નજીકના ગામોમા દીપડાએ પશુઓનો શિકાર કરવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.
Source link