અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે,અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં જ પોલીસની પોલ ખુલી ગઈ છે.કાર્યવાહીમાં અમદાવાદની વાસ્તવિક્તા સામે આવી છે જેમાં એક જ રાતની કાર્યવાહીમાં ચૌંકાવનારા આંકડા સામે આવ્યા છે.દારૂ પીને રસ્તા પર ફરનાર 470 લોકોની પોલીસે ધરપકડ કરી છે.નિયમ ભંગ બદલ 1791 વાહનો ડિટેઇન કરાયા છે,નિયમ ભંગ બદલ 1685 મેમો ઇશ્યુ કરાયા છે,200 જેટલા હથિયાર લઇને ફરતા શખ્સોને ઝડપ્યા છે,તો 178 લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સતત કોમ્બિંગની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.
એપ બનાવામાં આવી
સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે તેમજ પોલીસકર્મીઓને ફરજિયાત એપનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે,સિનિયર સિટીઝનને પણ એપનો ઉપયોગ કરવા રજૂઆત કરાઈ છે,તો શી-ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ટાસ્ક ફોર્સને લઈ ખાસ ધ્યાન રાખશે અને જરૂર મૂજબ સૂચનાઓ પણ આપતા રહેશે,કોઈ પણ પોલીસકર્મી કે જેને આ જવાબદારી સોંપવામાં આવી છે,તે કામગીરીમાંથી છટકી શકશે નહી.
ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ
અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.
અમદાવાદ પોલીસ સતર્ક મોડ પર
શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તો સજ્જ છે સાથે સાથે 181 અભિયમ ટીમ અને મહિલાની શી ટીમ પણ સારી કામગીરી કરી રહી છે.ત્યારે અમદાવાદ પોલીસના સર્ચમાં સામે આવ્યું છે કે,અમદાવાદ શહેરમાં 150 પોઈન્ટ એવા છે કે જયાં અવાવરૂ જગ્યા છે અને આસપાસ કંઈક જ નથી,બ્લાઈન્ડ સ્પોટ પાસેથી પસાર થતી મહિલાઓને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે,અને પોલીસ દ્રારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધીઓ પર નજર રખાશે.
Source link