અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે ઠગાઈ કરવામાં આવી છે. જેમાં વર્ક પરમીટ વિઝાના નામે રૂપિયા 48 લાખની ઠગાઈ કરવામાં આવી છે. ફરિયાદી સહિત 3 લોકો પાસેથી રૂપિયા 48 લાખ પડાવ્યા હતા. તેમાં આણંદના કેન્ડીડ વિઝા કન્સલ્ટન્ટના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદના શૈલેષ પટેલે ફરિયાદ નોંધાવી છે. તેમાં કૃણાલ પટેલ, પ્રિતેશ પટેલ સામે CID ક્રાઈમમાં ફરિયાદ થઇ છે.
બનાવટી નોમિનેશન લેટર આપી પૈસા પડાવ્યા હતા
આરોપીઓએ ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝાના નામે ઠગાઈ કરતા બનાવટી નોમિનેશન લેટર આપી પૈસા પડાવ્યા હતા. જેમાં આણંદનાં કેન્ડીડ વિઝા કન્સલ્ટન્ટના સંચાલકો સામે ફરિયાદ થઇ છે. તેમાં ફરિયાદી સહિત 3 લોકો પાસેથી 48 લાખથી વધુ રકમ મેળવી હતી. તેમાં વિઝા અપાવી છેતરપિંડી આચરતા ફરિયાદ થઇ છે. અગાઉ નડિયાદના દંપતીએ વિદેશ જવા માટે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈને અમદાવાદની એક એજન્સીનો સંપર્ક કર્યો હતો. જ્યાં એજન્સીની એક મહિલાએ દંપતી પાસેથી રૂ.12 લાખ મેળવી લઈ વિઝા ના અપાવી છેતરપિંડી આચરી હોવાની નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભૂમિકાબેને વિઝા માટે રૂ. 25 લાખ થશે તેમ જણાવ્યું
નડિયાદની સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતા રિતેશભાઈ ચીમનભાઈ પટેલને વિદેશ જવાની ઈચ્છા હોવાથી તેઓ એજન્ટની શોધમાં હતા. દરમિયાન મોબાઈલ પર વિદેશ જવા માટે પ્રાઈવેટ એજન્સીની એડ જોતા પત્ની નિશાબેન સાથે તેઓ અમદાવાદ ખાતે આવેલી સ્ક્વેર ઈમિગ્રેશનની ઓફિસે ભૂમિકાબેન મિલનભાઈ જોશીનો સંપર્ક કર્યો હતો. જેથી ભૂમિકાબેને લંડન જવા માટે વર્ક પરમિટ અપાવવાની બાહેંધરી આપી, વિઝા ના મળે તો પૈસા પાછા આપવાની ખાતરી આપી હતી. જેથી દંપતી ભૂમિકાબેનને મળવા તેમની ઓફિસે મકરબા ખાતે આવ્યા હતા. ત્યારે ભૂમિકાબેને વિઝા માટે રૂ. 25 લાખ થશે તેમ જણાવ્યું હોવાથી દંપતીએ રૂ.2 લાખ એડવાન્સ તરીકે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અલગ અલગ સમયે દંપતીએ કુલ 12 લાખ રૂપિયા આપ્યા હતા.
પોલીસે ભૂમિકાબેન મીલનભાઈ જોશી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
જેથી ભૂમિકાબેને દંપતીની ફાઈલ ઈમિગ્રેશનમાં મૂકી હતી પરંતુ કોઈ કારણસર ફાઈલ રિજેક્ટ થઈ હતી. જેથી બીજી વખત વિઝા પ્રોસેસ કરવા કાર્યવાહી કરીશું તો વર્ક પરમિટ મળી જશે તેવી ખાતરી આપી હતી. બાદમાં ભૂમિકાબેનનો મોબાઈલ બંધ આવતો હતો. તેમજ ઓફિસે પણ તાળું લાગેલું હતું. જેથી આ અંગે નિશાબેન પટેલની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ભૂમિકાબેન મીલનભાઈ જોશી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Source link