આણંદના ઉમરેઠમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. ઉમરેઠમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મ હત્યા કરી લીધી છે. આ વ્યાજખોરો યુવક પાસેથી 30 ટકા ઊંચુ વ્યાજ વસૂલતા હતા અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને યુવકે આત્મહત્યા કરી લીધી છે.
4 દિવસ થઈ ગયા પણ પોલીસે નથી નોંધ્યો ગુનો
ઉમરેઠમાં કડિયાકામ કરતા શબ્બીર નામના યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ત્યારે યુવકની આત્મહત્યાને લઈને 5 જેટલા વ્યાજખોરો સામે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. મૃતકના ભાઈએ ગત 31મી ઓકટોબરના રોજ લેખિત ફરીયાદ આપી હતી અને ઘટનાને ચાર દિવસ થવા છતા ઉમરેઠ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો નથી, ત્યારે હાલમાં અનેક ચર્ચાઓએ જોર પક્ડ્યું છે.
અગાઉ ખંભાતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો હતો આપઘાત
થોડા દિવસ પહેલા 10 ઓક્ટોબરે પણ આણંદના ખંભાતના નાના કલોદરામાં વ્યાજખોરોનો ત્રાસના કારણે એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસે ફરિયાદ ના નોંધતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ પણ કરી નથી તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો હતો.
વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
આણંદના ખંભાતના નાના કલોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. યુવકે વ્યાજના રૂપિયા ચૂકવી દીધા હતા અને છતાં પણ યુવક પાસેથી વ્યાજ લેવાતું હતુ તેવો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પરિવારજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને માગ કરી હતી કે વ્યાજખોરોની ધરપકડ કરો.જો કે તેમ છતાં પોલીસે ફરિયાદ નોંધી નહતી અને જેને લઈ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Source link