GUJARAT

Bharuchમાં અંતિમ નોરતે 5000 દિવડાઓની કરાઈ મહાઆરતી, આરતીના આકાશી દ્રશ્યો આવ્યા સામે

ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અંતિમ નોરતે માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5000 દિવડાઓ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી. ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. અંતિમ નોરતે પોલીસ દ્વારા માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સર્વત્ર દીવડાનો ઝગમગાટ જોવા મળે છે.

ખેલૈયાઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબે ઘુમ્યા

જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પરિવારજનો તેમજ ખેલૈયાઓ આ આરતીમાં સહભાગી બન્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબે ઘુમ્યા હતા.ભરૂચ પોલીસ સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં આપનો સહકાર આપવા બદલ તમામ ભરૂચના ખૈલૈયાઓનો ભરૂચ અને ગુજરાત પોલીસ પરિવારે આભાર માન્યો હતો.

શંખેશ્વરમાં રમાયા પૌરાણિક રીતે ગરબા

આદ્યશક્તિ માંની આરાધના પર્વ નવરાત્રિના હવે અંતિમ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આધુનિક યુગમાં ભારતભરમાં સૌ કોઈ અલગ અલગ પ્રકારે નવરાત્રિમાં DJ પર તેમજ કલાકરો કે અન્ય કોઈ ઇલેક્ટ્રિક માધ્યમના સહારે સુર સંગીતની રમઝટ બોલાવી રહ્યા છે. ભાગ્યેજ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરા ગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી થતી હવે લુપ્ત થતી નજરે પડે છે.

જૈન મંદિર ધામ પર માની સ્થાપના

શંખેશ્વર તાલુકાની રચના થઈ ત્યારથી શંખેશ્વર ચોકમા માં અંબેની ગરબીની આજથી 800 વર્ષ પહેલા સ્થાપના કરેલ અને ત્યાર બાદ જૈન મંદિરની સ્થાપના કરાઈ હતી. પરંતુ આજે પણ એજ જૈનોની નગરી તરીકે પસિદ્ધ થયેલ જૈન મંદિર ધામ પર માની સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ છે. શંખેશ્વરનું જૈન મંદિર અત્યારે યાત્રાધામ તરીકે પ્રસિદ્ધિ થયું છે અને શંખેશ્વર ખાતે પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના દ્વારની સામે 800 વર્ષથી વડવાઓના વખતની ગરબી આજે પણ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વગર ઉઘાડા પગે શ્વમુખે દેશી ગરબા ગવાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button