જ્યાં લોભ લાલચ હોય છે. ત્યાં છેતરપિંડી થવાની શકયતા વધુ રહે છે. તળાજા પંથકના અનેક લોકો સસ્તામાં ઇલેક્ટ્રિક વસ્તુઓ મેળવીને હવે પસ્તાય છે. એવુ સામે આવ્યું છે.
તળાજા પંથકના અને ખાસ કરીને ગોપનાથ પટ્ટીના વ્યક્તિઓ છેતરાયા હોવાનો તળાજા ના એક દુકાનદારની નજરમા આવ્યું છે. ત્રીસેક વર્ષથી ઇલેક્ટ્રોનિક સહિતની ઘર ઉપયોગી સહિતની વસ્તુઓ વેંચતા વેપારીના દાવા મુજબ પોતાની દુકાને ગ્રામ્ય વિસ્તારના લોકો ઇલેક્ટ્રિક વસ્તુઓ લઈને આવે છે. અને બગડી ગઈ છે. પાંચ પંદર દિવસ ચાલી બદલાવી આપો એવુ કહે છે. સાથે એક કાર્ડ પણ લેતા આવે છે. કાર્ડ સાથે લાવનાર કહે છે કે, પોલીસ સ્ટેશન સામે ઓફીસ દુકાન છે. તેમ સરનામું આપેલું હોય તમારી એક જ અહીં આ પ્રકારની દુકાન છે એટલે આવ્યા છીએ.
આ મામલે વેપારીએ જણાવ્યું હતુ કે દોઢ બે માસમાં આવા 20 થી વધુ લોકો આવ્યા હતા. આ લોકોને પૂછતાં ખબર પડી હતી કે ઘરે યુવાનો આવ્યા હતા. પોતે કંપનીના માણસની ઓળખ આપીને એક કાર્ડ આપતા હતા. જેમા બજારભાવ કરતા ઘણી સસ્તી વસ્તુ આપતા હતા. અને રોકડ રૂપિયા લઈ લેતા હતા. પોતાની ઓફીસ તળાજા પોલીસ સ્ટેશન સામે આવેલ છે. અને સૌરાષ્ટ્રમા કેશોદ, ઉના, પોરબંદર, બોટાદ સહિતના ગામોમા ઓફીસ હોવાનું કહી વિશ્વાસ સાંપદન કરતા હતા. જે ઇલેક્ટ્રિક વસ્તુઓ આપી છે તે થોડો સમય માંડ ચાલી છે તેવી ફરિયાદ લોકો કરતા હતા. આમ હવે તળાજા પંથકમા આ પ્રકારે ચિટિંગ કરતી ગેંગે સક્રિય બની છે. પાંચેક હજાર જેવી રકમ જોય છેતરપીંડીનો ભોગ બનનાર ફૈજદારી કાર્યવાહીની લપમા પડવા માગતા નથી. જેને લઈ આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. જેની સામે તળાજા પંથકના લોકોએ જાગૃત બનવાની જરૂર છે.
કાર્ડ સ્કેચ કરવાથી મોંઘી વસ્તુઓ સસ્તામા મળે
મોબાઈલ, ફ્રીઝ, ટીવી જેવી અંદાજે રૂ. 10,000 થી વધારે કિંમતની વસ્તુઓ માત્ર 4,999 ની કિંમતે કાર્ડ સ્કેચ કરવાથી મળે છે. આવી લોભામણી ઓફરમા ગ્રાહકો છેતરાય છે. વળી આવા કાર્ડની કિંમત રૂ. 50 છે. આમ ચીટરોએ સામાન્ય જનતાને લુંટવાનો નવો કીમિયો શોધી કાઢયો છે. આવી વસ્તુઓ મોટાભાગે તકલાદી એટલે દેખાવ પુરતી સ્ટાન્ડર્ડ હોય છે. પરંતુ તે લીધા પછી તેની ગ્રાહકને છેતરાયા હોવાનો અહેસાસ થાય છે.
Source link